L શેપમાં તૈયાર થનાર આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ‘એ’, ‘બી’ અને ‘સી’ એમ ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું
વિશ્વનાં ટોચનાં એરપોર્ટની હરિફાઈ કરી શકે તેવી લક્ઝરી સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ કરાવાશે
10 એકરનો ‘સી’ વિભાગ ડીફેન્સ રિસર્ચ અને પેરામિલેટરી માટે રાખવામાં આવ્યો
WatchGujarat. હીરાસરમાં આશરે રૂપિયા 1406 કરોડનાં ખર્ચે 2014 એકરમાં નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તૈયાર થઇ રહ્યું છે. ત્યારે આ ગ્રીનફિલ્ડ એરપોર્ટના લોન્જ, ટર્મીનલ, પાર્કિંગ, વેઈટીંગ એરીયા, એન્ટ્રી અને વિવિધ એર ઓપરેશન બિલ્ડીંગના થ્રી-ડી પ્લાન તૈયાર કરાયા છે. અને તેના આધારે જ એરપોર્ટ માટેની કન્સ્ટ્રક્શન ડિઝાઈન તૈયાર કરવામાં આવી રહી છે. થ્રી-ડી પ્લાનની તસવીરો સામે આવી છે.
જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, નવનિર્મિત એરપોર્ટની અંદરનો નજારો ફાઈવસ્ટાર હોટલને પણ ઝાંખી પડે તેવો તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ એરપોર્ટ તૈયાર થઇ ગયા બાદ વિશ્વનાં ટોચનાં એરપોર્ટની હરિફાઈ કરી શકે તેવી લક્ઝરી સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. એરપોર્ટ આસપાસ ગ્રીનબેલ્ટનો નઝારો આ એરપોર્ટની ખાસ વિશેષતા છે.
L શેપમાં તૈયાર થનાર આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ‘એ’, ‘બી’ અને ‘સી’ એમ ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે. 1754 એકરના ‘એ’ વિભાગમાં એરપોર્ટનું ડેવલપમેન્ટ થઇ રહ્યું છે જયારે 250 એકરના ‘બી’ વિભાગની જમીન ગ્રીન બફર માટે રિઝર્વ રખાઈ છે. આ વિભાગમાં માત્ર લીલી હરિયાળી તૈયાર કરવામાં આવનાર છે. ઉપરાંત 10 એકરનો ‘સી’ વિભાગ ડીફેન્સ રિસર્ચ અને પેરામિલેટરી માટે રાખવામાં આવ્યો છે.
હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે વિશ્ર્વ કક્ષાની તમામ આધુનિક અને લકઝરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. એટલું જ નહીં A-321 સહિતના મહાકાય વિમાનો ટેકઓફ અને લેન્ડિંગ કરી શકે તે માટે વિશાળ રન-વે તૈયાર કરાઈ રહ્યો છે. તેમજ એવિએશન લોન્જ અને લોજીસ્ટીક પાર્કની સાથે ટ્રેનીંગ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટ્યુટ પણ અહીં તૈયાર કરવામાં આવનાર છે. હાલ સામે આવેલી એરપોર્ટનાં થ્રી-ડી પ્લાનની લક્ઝરીયસ તસવીરો સોશિયલ મીડિયામાં પણ ભારે વાયરલ થઈ રહી છે.