• રાજ્યનાં જેલ વડાનાં હસ્તે આજથી જ રેડિયો સ્ટેશન ખુલ્લું મુકવામાં આવતા કેદીઓમાં આનંદની લાગણી જોવા મળી
  • રેડિયોની ગુંજ દરેક બેરેક સુધી પહોંચે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી

#Rajkot - જેલમાં FM રેડિયોનો પ્રારંભ કરાવતા DG, કેદીઓ RJ બનીને મનોરંજન પુરૂ પાડશે

WatchGujarat. મધ્યસ્થ જેલ ખાતે FM રેડિયોનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. રાજ્યનાં જેલ વડાનાં હસ્તે આજથી જ રેડિયો સ્ટેશન ખુલ્લું મુકવામાં આવતા કેદીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ રેડિયો સ્ટેશનમાં કેદીઓ પોતે જ RJ બની મનોરંજન પુરૂ પાડશે. આ રેડિયોની ગુંજ દરેક બેરેક સુધી પહોંચે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

#Rajkot - જેલમાં FM રેડિયોનો પ્રારંભ કરાવતા DG, કેદીઓ RJ બનીને મનોરંજન પુરૂ પાડશે

રાજકોટની મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા કેદીઓ માનસિક તણાવથી દૂર રહે અને તેઓને મનોરંજન મળી રહે તે માટે રેડિયો પ્રિઝનની શરૂઆત કરવામાં આવી છે. રેડિયો પ્રિઝનમાં દરેક બેરેક તેમજ યાર્ડમાં રેડિયો ગુંજી ઉઠશે. ગુજરાતનાં જેલવડા કે એલ. એન. રાવની સૂચના અને માર્ગદર્શન હેઠળ જેલનાં અધિક્ષક બન્નો જોષી અને ડેપ્યુટી અધિક્ષક આર ડી દેસાઈની જહેમતથી આજથી આ સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. #FM

 

આ અંગે જેલ અધિક્ષક બન્નો જોશીએ જણાવ્યું હતું કે, આ રેડિયો સ્ટેશન જેલની FM એનાઉન્સમેન્ટ સિસ્ટમ સાથે જોડાયેલું રહેશે જેથી દરેક કેદીઓના કાન સુધી જરૂરી સૂચનાઓ પણ પહોંચી શકશે. આ ઉપરાંત એફ એમ પ્રિઝન રેડિયોમાં ખુદ કેદીઓ આર જે બનીને પોતાના ટેલેન્ટ થકી કેદીઓને મનોરંજન પૂરું પાડશે. તેમજ રેડિયો થકી પ્રવચન અને મોટિવેશનલ સ્પીચ સહિતના કાર્યક્રમો પણ કરવામાં આવશે. હાલ આ રેડિયો જેલ પૂરતો સીમિત રહેશે ભવિષ્યમાં ફૂલ ફ્લેજ્ડ કાર્યક્રમ તમામ શ્રોતાઓ માટે પણ શરુ કરવા તરફ તંત્ર આગળ વધશે.

#Rajkot - જેલમાં FM રેડિયોનો પ્રારંભ કરાવતા DG, કેદીઓ RJ બનીને મનોરંજન પુરૂ પાડશે

More #Jail #started #FM #radio #service #Rajkot News #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud