• PPE કીટમાં યુવાનો અને યુવતીઓ ગુજરાતી ગીત પર ગરબે પણ રમી
  • મધ્યમ પવન હોવાને કારણે પતંગરસિયાઓ મુશ્કેલીમાં મૂકાયા

WatchGujarat. આજે ઉત્તરાયણ છે. રાજકોટ સહિત રાજ્યભરમાં પર્વની ઉજવણી થઇ રહી છે. ત્યારે રાજકોટીયનો હટકે ઉજવણી કરી રહ્યા છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી જલારામ સોસાયટીમાં યુવાનો અને યુવતીઓ અનોખી રીતે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. જેમાં યુવાનો અને યુવતીઓ PPE કીટ પહેરી પતંગ ચગાવી હતી. તેમજ હિન્દી સોંગ પર ડાન્સ કર્યો હતો.

યુવતીઓએ હિન્દી સોંગ પર ડાન્સ કર્યો હતો. તેમજ ગુજરાતી ગીતો પર રાસ-ગરબે રમ્યા હતા. PPE કીટમાં સજ્જ યુવાનો અને યુવતીઓએ ડાન્સ કરતા આસપાસના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રાજકોટમાં આજે ઉત્તરાયણના તહેવારની ઉજવણીમાં મધ્યમ પવન હોવાને કારણે પતંગરસિયાઓ મુશ્કેલીમાં મૂકાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud