• જિલ્લા પોલીસ વડાએ ગુજરાત એન્ટી લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાનો હુકમ કર્યો
  • આરોપીઓ વિરુદ્ધ મૂળ ગોંડલના ચરખડીના વતની અને હાલ ગોડલમાં રહેતા ખેડૂત ગજેન્દ્રભાઇ ઉર્ફ ગીજુભાઇ સાંગાણીએ વિરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી

#Rajkot - લેન્ડ ગ્રેબીંગ હેઠળ પ્રથમ ગુનો : પૂરતી રકમ ચૂકવ્યા વિના 75 વીઘા જમીનનો દસ્તાવેજ કરવા મામલે નામચીન નિખિલ દોંગા ગેંગના ચાર સામે ગુનો દાખલ

WatchGujarat. જિલ્લામાં સૌપ્રથમ વખત ગુજરાત એન્ટી લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ ગુનો નોંધાયો છે. નામચીન નિખિલ દોંગા ગેંગનાં ચાર સામે વીરપુર ખાતે આ ગુનો નોંધાયો છે. આરોપીઓએ ખેડૂતોને પૂરતી રકમ ચૂકવ્યા વિના કુલ 75 વીઘા જમીનનો દસ્તાવેજ કરાવી પચાવી પાડી હતી. ભોગ બનનાર બંને ખેડૂતે વીરપુર પોલીસમાં આ અંગે ફરિયાદ પણ નોંધાવી હતી. જેને આધારે જ જિલ્લા પોલીસ વડાએ ગુજરાત એન્ટી લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાનો હુકમ કર્યો છે.

આ અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, અગાઉ જેની સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો, તે નિખિલ દોંગા ગેંગના કમલેશ રાજુભાઇ સિંધવ, નરેશ સિંધવ, રમેશ રાજુભાઇ સિંધવ તેમજ બચુ ગમારા વિરુદ્ધ જિલ્લામાં સૌપ્રથમ વખત લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ મૂળ ગોંડલના ચરખડીના વતની અને હાલ ગોડલમાં રહેતા ખેડૂત ગજેન્દ્રભાઇ ઉર્ફ ગીજુભાઇ સાંગાણીએ વિરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યં હતું કે, લેન્ડ ગ્રેબિંગ એક્ટનો કાયદો આવ્યા બાદ પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચાર આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રમેશ સિંધવ, કમલેશ સિંધવ, નરેશ સિંધવ નામના ત્રણ ભાઈઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ધીરુભાઈ ગમારા નામનો આરોપી ગોંડલ નગર પાલિકામાં કોન્ટ્રાકટ આધારિત નોકરી કરે છે,

ચાર આરોપીઓ પૈકી નરેશ સિંધવ નિખિલ દોંગાનો સાગરીત છે, અને હાલ ગુજસીટોકનાં ગુનામાં જેલમાં છે. તેનો ભાઈ કમલેશ સિંધવ પણ જેલમાં છે. જ્યારે ગોંડલ નગરપાલિકામાં કોન્ટ્રાકટ આધારિત નોકરી કરતા ધીરુભાઈ ગમારા અને રમેશ સિંધવને પોલીસે ઝડપી પાડ્યા છે. ચારેય આરોપીઓએ 75 વીઘા જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો. તેમજ ફરિયાદીના નામે રહેલી 15 વીઘા જમીન પણ ધાક-ધમકી આપી પડાવી લીધી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભૂમાફિયાઓ માટે લેન્ડ ગ્રેબીંગ પ્રોહિબિશન એક્ટ-2020નો કાયદો વટહુકમથી લાવવામાં આવ્યો છે. આ કાયદા મુજબ ગેરકાયદેસર કબ્જો લેનાર, અને આવી જમીન ઉપર બાંધકામ માટે નાણાકીય સહાય કરનાર, તેમજ ભોગવટદારો પાસેથી ધાક-ધમકીથી ભાડુ, વળતર કે અન્ય વસૂલાત કરનાર ઉપરાંત તેમાં મદદગારી કરનાર તમામને જમીન પચાવી પાડનારની વ્યાખ્યામાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ આરોપી કસૂરવાર ઠરે તો 10થી 14 વર્ષ સજા પડી શકે છે.

More #લેન્ડ ગ્રેબીંગ #land-grabbing #act #first #case filled #Rajkot news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud