• અરજીઓ અંગે આજે કલેકટરની અધ્યક્ષતામાં બેઠક મળી
  • અત્યાર સુધી મળેલી અરજીઓ અંગે જે-તે સંબંધિત અધિકારીઓને તપાસ સોંપવામાં આવી

#Rajkot - ભૂમાફિયાઓ સામે એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ' હેઠળ થશે કડક કાર્યવાહી : અધિક કલેક્ટર

WatchGujarat. રાજ્ય સરકાર દ્વારા ભૂમાફિયાઓને ડામવા માટે એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 લાગુ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જિલ્લામાં થયેલી અરજીઓ અંગે આજે કલેકટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં મ્યુનિસિપલ અને પોલીસ કમિશ્નર, SP, જિલ્લા વિકાસ અધિકારી સહિતનાં અધિકારીઓ હાજર રહ્યા હતા. અને અત્યાર સુધી મળેલી અરજીઓ અંગે જે-તે સંબંધિત અધિકારીઓને તપાસ સોંપવામાં આવી છે.

આ અંગેની વિગતો આપતા અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, આજે મળેલી બેઠકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ મળેલી 9 જેટલી અરજીઓ અંગે સંબંધિત અધિકારીઓને તપાસ સુપ્રત કરવામાં આવી હતી. તપાસ બાદ ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દર મહિનામાં બે વખત આવી બેઠક બોલાવવામાં આવશે. તેમજ અરજી અંગે જલ્દીથી નિકાલ કરી અરજદારને તાત્કાલિક અને યોગ્ય ન્યાય અપાવવામાં આવશે.

જાણો શુ છે લેન્ડ ગ્રેબિંગ એક્ટ?

લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ કોર્ટની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં કાયદા અંતર્ગત 6 માસમાં ચૂકદાની જોગવાઈ અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિ કરી જમીન પચાવવા અને ડુપ્લીકેટ દસ્તાવેજ બનાવવા સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ નાથવા માટે આ કાયદાને મંજૂરી આપવામાં આવી છે. એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કોઇ ફરિયાદ કરવા ઈચ્છે તો તે કલેકટર કચેરી ખાતેથી ફરિયાદ માટે ફોર્મ મેળવી શકે છે. અને બાદમાં પુરાવા સાથે ફોર્મ રજૂ કરી શકાશે.

More #ભૂમાફિયાઓ #Land #Grabbing #Law #Implementation #Strictly #Rajkot news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud