• ભાજપનાં પક્ષ દ્વારા ઉમેદવારો અને કાર્યકરોને જે અસંતોષ છે તે દૂર કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે – કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર
  • કોંગ્રેસનાં ઉમેદવારોને પોતાની નેતાગીરીમાં જ વિશ્વાસ નથી – ભાજપનાં શહેર પ્રમુખ કમલેશ મીરાણી
  • ચુંટણી નજીક આવતાની સાથે તમામ પક્ષ એડીચોટીનું જોર લગાડી રહ્યા છે

 

WatchGujarat. છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચ્યા બાદ કોંગી ઉમેદવાર પ્રથમ વખત મીડિયા સમક્ષ આવ્યા છે. જેમાં વિજય જાની નામના વોર્ડ નંબર-14નાં આ ઉમેદવારે કોંગ્રેસની નેતાગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમજ યોગ્ય પેનલ ન મળતા ફોર્મ પરત ખેંચ્યું હોવાનું તેમણે કહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રદેશ નિરીક્ષક નરેશ રાવલ સમક્ષ પેનલમાં મારી સાથે માનસુરભાઈ વાળાને ઉભા રાખવાનું વચન આપવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લી ઘડીએ માનસુર વાળાની જગ્યાએ અન્ય ઉમેદવારને મેન્ડેટ ફાળવવામાં આવ્યું હતું. નેતાગીરીએ આ દગો કરતા પોતે વાજતે ગાજતે ફોર્મ ભર્યું હોવા છતાં પરત ખેંચવાની ફરજ પડી છે.

બીજીતરફ સમગ્ર મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપનાં પક્ષ દ્વારા ઉમેદવારો અને કાર્યકરોને જે અસંતોષ છે તે દૂર કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ કોંગ્રેસના ઉમેદવારોને ભડકાવવા પાછળ ભાજપ અને પોલીસ તંત્રની મેલી રમત ચાલી રહી છે. જેમાં ભાજપના ઈશારે ક્રાઇમ બ્રાંચ કોંગ્રેસનાં ઉમેદવારોને ધમકાવી રહી છે. જો કે આ સાથે જ બાકી બચેલી 70 બેઠક પર બમણા જોશથી લડી જીતવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

શહેર કોંગ્રેસ પ્રમુખે લગાવેલા આક્ષેપોનાં જવાબમાં ભાજપનાં શહેર પ્રમુખ કમલેશ મીરાણી સામે આવ્યા છે. સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસનાં ઉમેદવારોને પોતાની નેતાગીરીમાં જ વિશ્વાસ નથી. સામે કોંગ્રેસ પણ પોતાના કાર્યકર્તાઓ પર વિશ્વાસ કરતી નથી. ત્યારે પ્રજા કોંગ્રેસનો વિશ્વાસ કેમ કરે? કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી રહ્યા છે તે કોંગ્રેસનો આંતરિક પ્રશ્ન છે. હાલમાં ભાજપના 72 ઉમેદવારો ચૂંટણી પ્રચારનાં કામમાં લાગી ચૂક્યા હોઈ અમને કોંગ્રેસનાં આવા પ્રશ્નોમાં કોઈ રસ નથી. જો કે આજે કોંગ્રેસનાં વોર્ડ નંબર-1નાં વધુ એક ઉમેદવાર ફોર્મ પરત ખેંચે તેવી શક્યતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud