• કુદરતી હવા ઉજાસ ધરાવતા બિલ્ડિંગનું નિર્માણ
  • વરસાદી પાણીનો સંગ્રહ, રીસાયક્લિંગની વ્યવસ્થા
  • વીજળીની બચત કરતા ઉપકરણોની સાથે સોલાર આધારિત ઇકવીપમેન્ટનો મહત્તમ ઉપયોગ હાલ સમગ્ર વિશ્વ જયારે પર્યાવરણને લઈને ચિંતિત છે.

#Rajkot - AIIMS ઇકો ફ્રેન્ડલી બનશે, પોલ્યૂશન કંટ્રોલ સીસ્ટમ આધારિત ગ્રીન બિલ્ડીંગની રચના કરાશે

WatchGujarat. રાજકોટ ખાતે 1.51 લાખ સ્કેવર મીટરમાં એઇમ્સના વિવિધ ભવનોના નિર્માણ થનાર છે. આ ભવનો પોલ્યૂશન કંટ્રોલ સિસ્ટમ આધારિત ગ્રીન બિલ્ડીંગના નિયમો અને GRIHA અને E.P.I સ્ટાન્ડર્ડ મુજબ ઇકો ફ્રેન્ડલી બનશે, તેમ એઇમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું છે. #AIIMS

#Rajkot - AIIMS ઇકો ફ્રેન્ડલી બનશે, પોલ્યૂશન કંટ્રોલ સીસ્ટમ આધારિત ગ્રીન બિલ્ડીંગની રચના કરાશે

એઇમ્સના આ ભવનોમાં વિશાળ સંખ્યામાં રૂમ બનવાના છે, આ તમામ રૂમમાં કુદરતી સૂર્યપ્રકાશનો મહત્તમ લાભ મળે તેમજ ઉજાસ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બને તે રીતે તૈયાર કરવામાં આવશે. સમગ્ર બિલ્ડિંગમાં ઇકો ફ્રેન્ડલી અને પાવર સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો વપરાશ કરાશે. સૂર્યના તાપની અસર નહિવત થાય તે પ્રકારની બિલ્ડીંગની દીવાલ અને છતમાં મટીરીયલ વપરાશે. રાત્રી પ્રકાશ માટે કાર્બનનું પ્રમાણ નહિવત રહે તે માટે એનર્જી સેવિંગ સી.એફ.એલ અને એલ.ઇ.ડી. લેમ્પ નો મહત્તમ વપરાશ કરાશે. આ ઉપરાંત સૂર્યપ્રકાશ આધારિત પાણી ગરમ કરવાની વ્યવસ્થા, ઓઈલ બેઝ ટ્રાસનફોર્મ્સ અને કેપેસિટર બેન્કનો ઉપયોગ, એર કન્ડિશનની હિટ ન્યુનતમ ઉભી થાય તે પ્રકારે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે, તેમ સિંહાએ જણાવ્યું છે. #AIIMS

આ ઉપરાંત પાણીની વિપુલ પ્રમાણમાં જરૂરિયાતને પહોંચી વળવા ખાસ આયોજન કરવામાં આવશે, જેમાં વરસાદી પાણીનો સંગ્રહ માટે રેતીનું તેમજ ઘાસનું ફ્લોરિંગ, પાણીના પુનઃ વપરાશ માટે દુષિત પાણીનું રીસાયક્લિંગ સહિતની આધુનિક વ્યવસ્થા અહીં ઉપલબ્ધ કરાશે. વાતાવરણમાં પ્રદુષણ ઉત્પન્ન કરતા કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ઘટકોનું ન્યુનતમ ઉત્સર્જન થાય તેમજ કાર્બન, હાઇડ્રોજન, ક્લોરીન ગેસનું શમન થાય તે પ્રકારે સીસ્ટમ ગોઠવાશે, તેમ શ્રમદીપ સિંહાએ વધુ માહિતી આપતા ઉમેર્યું હતું.

More #AIIMS #Green #Building #pollution #free #construction #Rajkot news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud