• શહેરની પરિસ્થિતિનો અભ્યાસ કર્યા બાદ વિદેશી કંપની રોશનેફ્ટ દ્વારા ઓફર મુકવામાં આવી
  • મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં પ્રતિ કલાક 831 ક્યૂબીક ધન લીટર ઓક્સિજનનું ઉત્પાદન થાય તેવો પ્લાન્ટ રૂ. 10 કરોડનાં ખર્ચે ઉભો કરવામાં આવશે
  • કોરોનાની બીજી લહેરમાં સર્જાયેલી સ્થિતીનું પુનરાવર્તન ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી

WatchGujarat. કોરોનાની બીજી લહેર સમયે ઓક્સિજનની અછત સર્જાઈ હતી. લોકોને પ્રાણવાયું માટે જ્યાં-ત્યાં ભટકવું પડયું હતું. દરમિયાન ઘણી કંપનીઓ અને સેવા ભાવી સંસ્થાઓ આગળ આવી હતી અને ઓક્સિજન પ્લાન્ટ સ્થાપ્યા હતા. ત્યારે હવે એક રશિયન કંપનીએ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો પ્લાન્ટ સ્થાપવાનું બીડું ઉઠવ્યું છે. રશિયાની રોશનફેટ નામની કંપની દ્વારા રાજ્ય સરકાર સાથે વાતચીત અને જરૂરી કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આ કામગીરી શરૂ કરવામાં આવનાર છે.

અધિક કલેક્ટર પરિમલ પંડ્યાનાં જણાવ્યા અનુસાર, રાજકોટની પરિસ્થિતિનો અભ્યાસ કર્યા બાદ વિદેશી કંપની રોશનેફ્ટ દ્વારા ઓફર મુકવામાં આવી છે. તેના માટે સિવિલ હોસ્પિટલમાં સ્થળ નક્કી કર્યા બાદ આ પ્લાન્ટ માટેની કામગીરી શરૂ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં રૂટિન 15 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર રહે છે. જેને ધ્યાનમાં રાખીને રશિયન કંપની દ્વારા પ્રતિ કલાક 831 ક્યૂબીક ધન લીટર ઓક્સિજનનું ઉત્પાદન થાય તેવો પ્લાન્ટ રૂ. 10 કરોડનાં ખર્ચે ઉભો કરવામાં આવનાર છે. ટૂંક સમયમાં કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી આ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ સિવાય પણ વિવિધ સંસ્થાઓ દ્વારા પણ ત્રણ પ્લાન્ટ નાખવામાં આવ્યાં છે. જેમાં પીડિયાટ્રિક વિભાગ અને કેન્સર હોસ્પિટલ સ્થિત પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. તેમજ ડિઆરડીઓ દ્વારા અન્ય ચાર પ્લાન્ટ નાખવાની કાર્યવાહી પણ ચાલી રહી છે. સાથે મેટોડા સ્થિત કંપની થેલીકન દ્વારા પણ ત્રણ પ્લાન્ટ નાખવાની જાહેરાત કરાઈ હતી. જે પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. ત્યારે શહેરમાં હવે કોઈપણ દર્દીને ક્યારેય ઓક્સિજન માટેની અછત સર્જાવાની શક્યતા રહેશે નહીં.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની બિમારીમાં દર્દીઓને સૌથી વધુ ઓક્સિજનની જરૂરીયાત ઉભી થઈ હતી. અને ઘણા દર્દીઓના ઓક્સિનજના અભાવે જ મોત થયા હતા. ઓક્સિજનની અછત સર્જાતા લોકોને આમતેમ દોડવું પડતું હતું. અને ઓક્સિજન સિલિન્ડર માટે લોકો કલાકો લાઈનમાં ઉભેલા હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. આ દરમિયાન કેટલીક ધાર્મિક સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા લોકોને શક્ય હોય તેટલી મદદ કરવામાં આવી હતી. પરંતુ ફરીવાર આવી સ્થિતિ ન સર્જાય તે માટે કલેક્ટર તંત્ર દ્વારા આ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud