• ભાજપનાં આંતરિક વિવાદને કારણે અહીં સત્તા અપક્ષનાં ફાળે ગઈ
  • પાલિકાની સામાન્ય સભા મળે તે પહેલા જ ભાજપમાં ખુલ્લો બળવો થયો
  • પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત થાય તે પહેલાં 16 સભ્યોએ રાજીનામાં ફગાવ્યા

WatchGujarat. મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકામાં ભાજપને સમપૂર્ણ બહુમતી મળી હતી. જોકે આમ છતાં ભાજપનાં આંતરિક વિવાદને કારણે અહીં સત્તા અપક્ષનાં ફાળે ગઈ છે. અને ભાજપમાંથી રાજીનામું આપનાર જયશ્રીબેન સેજપાલ પ્રમુખ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપપ્રમુખ બન્યા છે. અને સત્તાની ખેંચતાણમાં ભાજપે પાલિકા ગુમાવવાનો વારો આવ્યો છે.

જાણવા મળતી વિગત અનુસાર મોરબીની વાંકાનેર પાલિકામાં 24 બેઠકો સાથે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. જો કે આજે વાંકાનેર પાલિકાની સામાન્ય સભા મળે તે પહેલા જ ભાજપમાં ખુલ્લો બળવો થયો હતો. સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં 16 સભ્યોને ભાજપનાં મેન્ડેડ પણ આપવામાં આવ્યા હતા. પરંતુ આ 24માંથી 16 સભ્યોએ ભાજપનાં મેન્ડેડને સ્વીકાર્યું નહોતું. અને પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત થાય તે પહેલાં આ તમામ 16 સભ્યોએ રાજીનામાં ફગાવ્યા હતા.

ભાજપનાં ચૂંટાયેલા સભ્યો પૈકી, કમળાબેન નરેન્દ્રભાઇ મકવાણા, જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ, રાજ કેતનભાઈ સોમાણી, લતાબેન શંકરભાઈ વિંજવાડિયા, વિશાભાઈ સારાભાઈ માંડાણી, રમેશભાઇ વસરામ ભાઈ વોરા, કોકિલાબેન કિર્તિકુમાર દોશી, કાંતિલાલ રાયમલ કુંઢીયાં, જશુબેન રમેશભાઇ જાદવ, દેવુબેન શામજીભાઈ પલાણી, ભાવેશ ભોગીલાલ શાહ, સુનીલ મનસુખભાઈ મહેતા, દેવાભાઈ રેવાભાઈ ગમારા, મીરાબેન હસમુખભાઈ ભટ્ટી , હેમાબેન ધર્મેશભાઈ ત્રિવેદી અને ધર્મેન્દ્રસિંહ ઘેલુભા જાડેજાએ રાજીનામાં ધરી દીધા બાદ અપક્ષ તરીકે મતદાન કર્યું હતું.

સમગ્ર મામલે શહેર ભાજપ પ્રમુખ દિનેશ વ્યાસે કહ્યું હતું કે, ‘પાલિકા પ્રમુખ તરીકે સર્વ સંમતીથી જયશ્રીબેન સેજપાલ અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્ર સિંહ જાડેજાનાં નામો મોકલવામાં આવ્યા હતા. પરંતુ અન્ય નામ આવી રહ્યાંની અફવા ફેલાતા એકસાથે 16 સભ્યોએ તેમના રાજીનામાં આપ્યા હતા. સમગ્ર મામલે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈને મળવાનો પ્રયાસ કર્યા છતાં તેઓ નહીં મળતા રાજીનામાં સોશિયલ મીડિયા દ્વારા તેમને મોકલી અપાયા હોવાનું તેમણે જણાવ્યું હતું.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud