• સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર લોકઅપમાં રહેલા આરોપીનો વીડિયો બનાવી વાયરલ કરાયો
  • રાજકોટમાં ધુમ મચાવતો વિડીયો પ્રનગર પોલીસે ઝડપેલા લૂંટના આરોપીએ બનાવ્યો હોવાનું સામે આવ્યું
  • સોશિયલ મિડીયામાં વિડીયો વાઇરલ થતા પોલીસ એક્શનમાં આવીને કસુરવારોને ઝડપ્યા

WatchGujarat. શહેરના પ્રનગર પોલીસ મથકના લોકઅપનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ‘પુલીસ આયેંગા તો બોલના માયાભાઈ આયા થા’ નો આ વિડીયો કોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જો કે પોલીસે ગણતરીની કલાકોમાં જ બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે રાહિલ ઉર્ફે રાઈલો રહીમભાઈ સુધાગુણીયા નામના આરોપીનો ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. કોરોના કાળમાં પણ અપરાધીઓના મનસુબા બુલંદ છે. અને તેઓ લોકઅપમાં પણ વિડીયો બનાવવાનું ચુકતા નથી. લોકઅપમાં વિડીયો બનાવી વાઇરલ થવાને કારણે પોલીસની ગુનોગારો પર ઘટતી જતી પકડનો અંદાજો લગાડી શકાય છે.

પ્રનગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એલ. એલ ચાવડાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર લોકઅપમાં રહેલા આરોપીનો વીડિયો બનાવી વાયરલ કરાયો હતો. આ અંગે ત્રણેક શખ્સો વિરુદ્ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2008ની કલમ 72(A), 84(B)(C) તથા જી પી એક્ટની કલમ 120 તથા આઈપીસીની કલમ નં- 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગેની તપાસ દરમિયાન વીડિયો બનાવનાર તેમજ અપલોડ કરનાર આફતાબ ઉર્ફે નિઝામ અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત થોડા સમય પૂર્વે મિત્ર દ્વારા જ મિત્રની લૂંટનું કાવતરું રચવામાં આવ્યું હતું. જે ગુનામાં આરોપી તરીકે રાહિલનું નામ પણ ખૂલતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે લોકઅપમાં રહેલા રાહિલનો વીડિયો કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે છૂપી રીતે ઉતાર્યો હતો. જેને લઈને આરોપી રાહિલનો કબજો ટ્રાન્સફર વોરંટના આધારે મેળવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરના પ્રનગર પોલીસ સ્ટેશનનાં લોકઅપનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં ‘પુલીસ આયેંગા તો બોલના માયા ભાઈ આયા થા’, નો વિડીયો કિંગ લખી સોશિયલ મીડિયાનાં સ્ટેટસ તરીકે મુકાયો હોવાનું સામે આવ્યું હતું. આ વિડીયો પ્રનગર પોલીસે ઝડપેલા લૂંટના આરોપીએ બનાવ્યો હોવાનું સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અને ગણતરીની કલાકોમાં આ કામના આરોપી કિશોર સહિત ત્રણને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud