• મહિલા ઘરકંકાસથી કંટાળી રેલવે ટ્રેક પર આત્મહત્યા કરવા પહોંચી
  • પાયલોટે વારંવાર હોર્ન વગાડવા છતાં પણ મહિલા ઉભી થઈ ન હતી

WatchGujarat. શનિવારે માલગાડીનાં ડ્રાઈવરની સતર્કતાએ આપઘાત કરવા રેલવે ટ્રેક પર બેઠેલી મહિલાનો જીવ બચાવ્યો હતો. ગોંડલની આશાપુરા ચોકડી નજીકમાં રહેતી આ મહિલા ઘરકંકાસથી કંટાળી રેલવે ટ્રેક પર આત્મહત્યા કરવા પહોંચી હતી. જોકે માલગાડીના પાયલોટે સતર્કતા દાખવી ઈમરજન્સી બ્રેક મારી દીધી હતી. અને મહિલાને બચાવી પોલીસને સોંપી દીધી હતી. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. બીજીતરફ ડ્રાઈવરની સતર્કતાને લોકો વખાણી રહ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલની આશાપુરા ચોકડી રેલવે ટ્રેક પાસે રહેતા અને છુટક મજૂરી કામ કરતા હર્ષાબેન ધીરુભાઈ સાઢેમેર ઘરકંકાસથી કંટાળી ગયા હતા. અને મોત મીઠું કરવા રેલવે ટ્રેક પર બેસી ગયા હતા. જેને પગલે માલગાડીનાં પાયલોટે વારંવાર હોર્ન વગાડવા છતાં પણ મહિલા ઉભી થઈ નહોતી. જો કે અંતે ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક મારી મહિલાને બચાવી હતી.

ત્યારબાદ રેલવે પોલીસને જાણ કરતાં રેલવે પોલીસના ગણપતસિંહ જાડેજા, નાજાભાઇ ભાદરકા સહિતના અધિકારીઓ તેમજ GRP-RPFના જવાનો સ્થળ પર દોડી ગયા હતા. અને આ મહિલાને ટ્રેક પરથી ઉતારી પોલીસને હવાલે કરી હતી. ઘટના અંગે પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે, હર્ષાબેનના લગ્ન મૂળ ખરેડાના ધીરુભાઈ સાથે થયા હતા. ધીરુભાઈને દારૂ પીવાની ટેવ હોવાથી વારંવાર ઝઘડા થયા કરતા હતા. જેને લઈને મહિલા આપઘાત કરવા રેલવે ટ્રેક પર પહોંચી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud