• બે મહિના અગાઉ હાલોલ-વડોદરાના ભણીયારા પાસે આવેલ દિપ મંગલ ઇન્ડિયન પેટ્રોલ પંપ ઉપર ત્રણ લૂંટારુઓ મોઢે માસ્ક બાંધી પેટ્રોલ પંપની ઓફિસમાં આવી ચઢ્યા
  • તમંચાની અણીએ ટેબલના ડ્રોઅરમાં મુકેલા પૈસા લુંટી બહાર જઇ હવામાં ફાયરીંગ કર્યું
  • પોલીસે અસંખ્ય સીસીટીવી ફુટેજ ફંફોસીને આરોપીઓનું પગેરૂ મેળવ્યું

WatchGujarat. વાઘોડિયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં 10 એપ્રીલના રોજ પેટ્રોલ પંપ પર ત્રણ ઇસમો દ્વારા બાઇક પર આવીને લુંટ ચલાવી ફાયરિંગ કરવાની ઘટનાને પગલે દહેશત વ્યાપી હતી. ઘટના બાદ પોલીસની વિવિધ ટીમો દ્વારા સંડોવાયેલી લોકોના ભાળ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસે બે મહિના બાદ મામલામાં સંડોવાયેલા UP ની ખુંખાર ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તથા અન્ય બે ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

બે મહિના અગાઉ હાલોલ-વડોદરાના ભણીયારા પાસે આવેલ દિપ મંગલ ઇન્ડિયન પેટ્રોલ પંપ ઉપર ત્રણ લૂંટારુઓ મોઢે માસ્ક બાંધી પેટ્રોલ પંપની ઓફિસમાં આવી ચઢ્યા હતા. તમંચાની અણીએ ઓફિસના ટેબલના ડ્રોઅરમાં મુકેલ રોકડ 27 હજાર લૂંટી લીધા હતા અને શેડ પર હવામાં ફાયરીંગ કરીને ભાગી ગયા હતા. પોલીસ તપાસમાં બાઈક બે કિલોમીટર દૂરથી મળી આવી હતી.

મામલાની જાણ થતા જિલ્લા પોલીસ તંત્ર દોડતું થયું હતું. અને વડોદરા ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી અને એસઓજી પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. તપાસમાં અસંખ્ય સીસીટીવી ફુટેજ સહિત અલીરાજપુર થી ઉત્તર પ્રદેશ સુધીના હાઇવે ઉપર આવતી તમામ હોટલ પેટ્રોલ પંપ અને ટોલનાકા નું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ગોલ્ડન ચોકડી ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં ઉત્તર પ્રદેશના પાર્સિંગ વાળી શંકાસ્પદ ઇન્ડિકા કાર જણાઇ આવી હતી.

જેથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરતાં કાર ઉત્તર પ્રદેશના કુખ્યાત આરોપી ચંદ્રપ્રકાશ સરજુ પ્રસાદ પરમાર ની હોવાનુ બહાર આવ્યું હતું. વડોદરા ગ્રામ્ય એલસીબી અને એસઓજીની ટીમોએ ઉત્તરપ્રદેશા ઉન્નાવમાં ધામાં નાંખ્યા હતા. અલગ – અલગ જગ્યાએ કેમ્પ રાખીને સ્થાનિક લોકો જેવે પહેરવેશ ધારણ કરીને ગામોમાં રેકી કરવાનું શરૂ કર્યું હતું. રેકી દરમિયાન ઇન્ડિકા કારને પત્તો લાગ્યો હતો. સ્થાનિકો સાથે વિશ્વાસ કેળવીને ઇન્ડિકા સાની ગામના સરપંચના નાનો ભાઇ કારનો ઉપયોગ કરતો હોવાનું ધ્યાને આવ્યું હતું. અને તે કુખ્યાત હોવાનું તથા સાથે દેશી બનાવટના કટ્ટા રાખતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અત્યંત ગુપ્ત ઓપરેશન પાર પાડીને ચંદ્રપ્રકાશ શર્મા (રહે ઉચગાંવ – સાની, ઉત્તર પ્રદેશ) અને તેના મિત્ર અતુલ કુમાર વર્મા(રહે – ગોરઇચા, થાણા – બિહાર)ને ઝડપી પાડ્યા હતા.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

બંનેની સઘન પુછતાછ હાથ ધરતાં તેઓએ કબૂલાત કરી હતી કે, અન્ય મિત્ર અજય કુમાર પટેલ અને ધનરાજ લોધી સાથે ભેગા મળી કામરેજ એસટી ડેપો પાસેથી બાઇકની ચોરી કરી ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી બે મોબાઇલ ફોન રોકડા રૂપિયા 2240 અને ઇન્ડિકા કાર કબજે કરી છે. તમામ આરોપીઓ વિરુદ્ધ લૂંટ મર્ડર અપહરણ મારામારી સહિતના વિવિધ પોલીસ સ્ટેશનમાં અસંખ્ય ગુના નોંધાયેલા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud