મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે આગામી તારીખ 12 માર્ચે શહેરના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે બેઠક બોલાવી
12 માર્ચના રોજ મેયર, ડેપ્યુટી મેયરની ચૂંટણી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના બાર સદસ્યોની નિમણુંક કરવામાં આવશે
તારીખ નજીક આવતા મેયર પદના ઉમેદવારના નામોને લઇને અટકળો તેજ
WatchGujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે આચારસંહિતા બાદ રાજ્યના દરેક શહેરોમાં મેયર, ડે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીનાં સભ્યોની પણ વરણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત રાજકોટમાં પણ મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે આગામી તારીખ 12 માર્ચે શહેરના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે બેઠક બોલાવી છે. તેમજ આ બેઠકમાં મેયર સહિતના તમામ પદાધિકારીઓનાં નામ જાહેર કરવામાં આવનાર છે.
કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ, હાલ કોરોના શહેરમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે મ્યુ. કમિશ્નર દ્વારા રાજકોટ શહેરના જ 18 વોર્ડના 72 કોર્પોરેટરોની પ્રથમ બેઠક તારીખ 12 માર્ચના રોજ ગુરૂવારે સવારે 11:00 વાગ્યે શ્રી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે બોલાવાઈ છે. જેમાં મેયર, ડેપ્યુટી મેયરની ચૂંટણી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના બાર સદસ્યોની નિમણુંક કરવામાં આવશે. આ માટેની નોટિસ નવા ચૂંટાયેલા કોર્પોરેટરોને મોકલી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગત તારીખ 14 ડિસેમ્બર-2020નાં રોજ મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોની મૂદત પૂર્ણ થઈ હતી. જેને લઈને ચૂંટણી પંચ દ્વારા તારીખ 21 ડિસેમ્બરે ચૂંટણી યોજવામાં આવી હતી. અને તારીખ 23 ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરવામાં આવ્યા બાદ ચૂંટાયેલા ઉમેદવારોના નામ પણ 'ધી ગુજરાત ગવર્નમેન્ટ ગેઝેટ'માં પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. ત્યારે નિયમ અનુસાર ચૂંટણી બાદ નવા ચુંટાયેલા કોર્પોરેટરની પ્રથમ બેઠક મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા બોલાવવાની હોય છે.