22 ફેબ્રુઆરીના રોજ વિધવા બહેનના વોટ્સએપ મેસેજમાં ધમકીનો મેસેજ આવતા તેઓ ચોંક્યા
ધમકી મળતા પુત્રને અમદાવદાથી પરત બોલાવ્યો
સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરાતા ગણતરીના સમયમાં ધમકી આપનાર પકડાયો
WatchGujarat. ભક્તિનગર સોસાયટીમાં રહેતા બિલ્ડર કિશોરભાઈ હંસરાજભાઈ પરસાણાના વિધવા ભાભી સંગીતાબેનને વોટ્સએપમાં ધમકી આપનાર તેમની પુત્રી સાથે અભ્યાસ કરતા પારસ મોણપરાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે. પારસે વોટ્સએપ ઉપર મેસેજ કરીને ધમકી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, રૂ. 72 કરોડ નહીં આપો તો પરિવારની ત્રણ પુત્રીઓને જાનથી મારી નાખીશ. આ ધમકીથી ફફડી ઉઠેલા પરિવારે આખરે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેસમાં જાણભેદુની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરીને મોબાઈલ નંબરનાં આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં સંગીતાબેનની પુત્રી ડેનિશા સાથે અભ્યાસ કરતા ઇસમે જ આ કૃત્ય કર્યું હોવાની જાણકારી મળતા પોલીસે તેને દબોચી લીધો છે. અને પ્રાથમિક પૂછપરછમાં આરોપી દ્વારા મોજશોખ પુરા કરવા ખંડણી માંગી હોવાની કબૂલાત પણ આપવામાં આવી છે.
ફરિયાદમાં કિશોરભાઈએ જણાવ્યું છે કે, તે કુલ ત્રણ ભાઈઓ છે, સૌથી મોટા ગોવિંદભાઈ છે જે તેની સાથે રહે છે. તેની પત્નીનું નામ મંજુલાબેન છે, સંતાનમાં એક પુત્ર કેવિન અને પુત્રી માનસી છે. બીજા નંબરના ભાઈ ભરતભાઈનું 2002માં અવસાન થઈ ગયું હતું, તેના પત્ની સંગીતાબેન પણ તેની સાથે રહે છે, તેને સંતાનમાં બે પુત્રી ડેનીશા અને દ્રષ્ટિ છે. પોતે સૌથી નાના છે, તેના પત્નીનું નામ જ્યોત્સનાબેન છે. તેને સંતાનમાં પુત્ર રાજ અને પુત્રી નિજા છે.
ગત તારીખ 22 ફેબ્રુઆરીનાં રોજ સાંજે 7:15 વાગ્યે તેમના ભાભી સંગીતાબેનનાં વોટ્સએપમાં ધમકીભર્યો મેસેજ આવ્યો હતો. જેમાં રૂા. 72 કરોડ આપવાની ધમકી અપાઈ છે અન્યથા તેમની ત્રણેય દીકરીઓને જીવવા નહીં દેવાય તેમ જણાવાયું છે. સંગીતાબેનની પુત્રી ડેનીશા અમદાવાદ ખાતે અભ્યાસ કરતી હોવાની ધમકી આપનાર શખ્સને જાણ હોવાથી ભાભી ફફડી ઉઠયા હતા. અને તેને કોલ કરી સચેત રહેવા જણાવ્યા બાદ રાજકોટથી ભત્રીજા કેવિનને તેને લેવા અમદાવાદ મોકલ્યો હતો. રાત્રે બંને રાજકોટ આવી ગયા હતા.
સંગીતાબેનની બીજી પુત્રી દ્રષ્ટિ લંડન અભ્યાસ કરતી હોવાથી ત્યાં સુરક્ષીત હોવાનું જણાતા તેને જાણ કરી ન હતી. મોટાભાઈ ગોવિંદભાઈની પુત્રી માનસી કાલાવડ રોડ પરના જાનકી પાર્કમાં સાસરે છે. પરંતુ તે તેના ઘરે હોવાથી તેને પણ સચેત રહેવા જણાવ્યું હતું. ત્યારબાદ જે નંબર પરથી ધમકીભર્યો મેસેજ આવ્યો તે નંબર અંગે તેમણે પોતાની રીતે તપાસ કરી હતી. પરંતુ કોઈ માહિતી નહીં મળતા પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી હતી.
સમગ્ર ઘટના અંગે ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ નંબર તેમજ કોઈ જાણભેદુની સંડોવણીની આશંકાએ તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન સંગીતાબેનની પુત્રી સાથે જ અમદાવાદ ખાતે અભ્યાસ કરતા પારસ ઉર્ફે પારિયો મહેન્દ્રભાઈ મોણપરાની સંડોવણી ખુલતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન પારસે જણાવ્યું હતું કે, પોતે સંગીતાબેનની દીકરી ડેનિશા સાથે અમદાવાદની જી. એલ. એસ. કોલેજમાં અભ્યાસ કરતો હોય ફેમિલી બેકગ્રાઉન્ડથી સારી રીતે પરિચિત હતો. જેને લઈને પોતાના મોજશોખ પુરા કરવા માટે આ રીતે ખંડણી માંગી હતી. હાલ પોલીસે પારસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.