તંત્ર દ્વારા પ્રાથમિક મતદાર યાદી જાહેર કરવામાં આવી
રાજકોટ જિલ્લામાં કુલ 9,42,362મતદારો છે.
WatchGujarat. ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થવાની છે. ત્યારે તંત્ર દ્વારા પ્રાથમિક મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત 2015ની યોજાયેલ ચૂંટણીમાં 8,87,279 મતદારો નોંધાયા હતા. જ્યારે આગામી ચૂંટણીમાં 10,68,507 મતદારો નોંધાયા છે. આમ છેલ્લા 5 વર્ષમાં રાજકોટ મનપાના શહેરી વિસ્તારમાં બે લાખ મતદારોનો વધારો જોવા મળ્યો છે.
મનપાની યાદી અનુસાર વોર્ડ નંબર ત્રણમાં સૌથી વધુ 76,941 મતદારો નોંધાયા છે. જ્યારે કે વોર્ડ નંબર 5 માં સૌથી ઓછા 48,576 મતદારો નોંધાયા છે. મનપા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ આ મતદારયાદીમાં પુરૂષ મતદારોની સંખ્યા 5,53,771 છે.તો મહિલા મતદારોની સંખ્યા 5,14,718 અને અન્ય મતદારોની સંખ્યા 18 હોવાનું નોંધાયું છે.
રાજકોટ જિલ્લામાં કુલ 9,42,362મતદારો છે. જેમાં સૌથી વધુ મતદાર ગોંડલ તાલુકામા 1,39,248 અને સૌથી ઓછા મતદાર 54,956 ધોરાજી તાલુકા ખાતે હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લામાં કુલ મતદારમાં 4,94,221પુરુષ અને 4,48,169મહિલા મતદાર હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે
More #મતદાર યાદી #New #voters #list #declared #by local #authority #Rajkot news #Watchgujarat