• મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હોમટાઉનમાં કોવિડ હોસ્પિટલમાં બેડ અંગેની કોઈ જાણકારી લોકોને મળતી નથી
  • મ્યુનિસિપલ કમિશ્નર સહિતના શાસકોને જગાડવા અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું
  • # મારફતે હોસ્પિટલના બેડ માટે ઓનલાઇન મદદ માંગવાનો પ્રયાસ
  • કોરોના કાળમાં અવ્યવસ્થાને પગલે શહેરવાસીઓની સ્થિતી કફોળી બની

WatchGujarat. શહેરની કોવિડ હોસ્પિટલમાં હાલ બેડની સ્થિતિ જાણવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે અનેક રજૂઆતો કર્યા બાદ હવે શહેરીજનોએ સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. અને ટ્વિટર સહિતનાં માધ્યમોથી અભિયાન શરૂ કર્યું છે. #RajkotNeedsBedPortal ઉપરાંત #HelpRajkotનાં હેશટેગ સાથે મુખ્યમંત્રી રૂપાણીનાં હોમટાઉનમાં શરૂ થયેલું આ અભિયાન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

ગુજરાતના અન્ય મહાનગરોમાં બેડની સ્થિતિ અંગે ઓનલાઈન પોર્ટલ ચાલી રહ્યા છે. પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હોમટાઉનમાં આવી કોઈ સગવડ નહીં હોવાથી કોવિડ હોસ્પિટલમાં બેડ અંગેની કોઈ જાણકારી લોકોને મળતી નથી. આ અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં સ્થાનિક તંત્રના પેટનું પાણીયે હલતું નથી. જેને લઈને હવે રાજકોટવાસીઓ દ્વારા સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવ્યો છે. અને ટ્વિટરનાં માધ્યમથી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

રાજકોટ-શહેરમાં ટ્વિટરથી આ અભિયાન શરૂ થયું છે. #RajkotNeedsBedPortal અને #HelpRajkot જેવા હેશટેગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને મ્યુનિસિપલ કમિશ્નર સહિતના શાસકોને જગાડવા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત હજારો રાજકોટીયનો મહાનગરપાલિકાને જગાડવા માટે ટ્વિટ કરી ચુક્યા છે. નોંધનીય છે કે, કહેવાતા સ્માર્ટ સીટી રાજકોટમાં બેડની સાચી સ્થિતિ જાણવા કોઈ પોર્ટલ નહીં હોવા અંગે અગાઉ મીડિયા સહિત અનેક લોકો મહાનગરપાલિકા અને મ્યુનિસિપલ કમિશ્નરને પોર્ટલ બાબતે રજુઆત કરી ચુક્યા છે. પરંતુ તેનો સકારાત્મક પ્રતિસાદ નહીં મળતા શહેરની કોવિડ હોસ્પિટલમાં બેડની સ્થિતિ અંગે પોર્ટલ બનાવવા માટે શહેરીજનો દ્વારા આ ઝુંબેશ શરૂ કરાઇ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud