• અધિકારીએ ભાજપની રેલી રોકવાની આવી હિંમત કરી હોત તો NSUI દ્વારા તેમનું સન્માન કરવાનું હતું
  • NSUI કાર્યકરોએ દેખાવો કરતા મનપા કચેરીનો ગેઇટ બંધ કરી દેવાયો
  • ડે. કમિશ્નરે ગઈકાલે હોકી સ્ટીક સાથે નિકળીને રીતસરનો ખોફ ફેલાવ્યો હતો – NSUI જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુત

WatchGujarat. મનપાનાં ડેપ્યુટી કમિશ્નર એ. કે. સિંહે કાલે સ્વચ્છતા પાલન માટે હાથમાં હોકી ઉઠાવી હતી. જેને લઈને NSUI દ્વારા તેમના પર કટાક્ષ કરવામાં આવ્યો હતો. અને સવાલ ઉઠવાયો હતો કે, આ અધિકારીએ ભાજપની રેલી શા માટે નો રોકી ? જો તેઓએ આવી હિંમત કરી હોત તો NSUI દ્વારા તેમનું સન્માન કરવાનું હતું. પણ ગરીબ અને નાના વેપારીઓ સામે હોકી સ્ટીક લઈ સિંઘમ બનતા આવા અધિકારીઓ સામે પોલીસે પગલાં લેવા જોઈએ.

આજરોજ NSUI આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં આ મુદ્દે વિરોધ કરવા કોર્પોરેશન કચેરીએ પહોંચ્યા હતા. NSUI કાર્યકરોએ દેખાવો કરતા મનપા કચેરીનો ગેઇટ બંધ કરી દેવાયો હતો. જેને લઈ રોષે ભરાયેલા કાર્યકરોએ ધક્કામુક્કી સાથે ગેટ પર ચડી દેખાવો કર્યા હતા. એટલું જ નહીં પોલીસે DMCને રજુઆત કરવા ન જવા દેતા કાર્યકરોએ રસ્તા પર બેસીને ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે નારેબાજી શરૂ કરી હતી. જેને પગલે અંતે પોલીસે તમામ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.

આ તકે NSUI જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, ડે. કમિશ્નરે ગઈકાલે હોકી સ્ટીક સાથે નિકળીને રીતસરનો ખોફ ફેલાવ્યો હતો. તેમજ લારી- ગલ્લા વાળાઓને, ગરીબ ધંધાર્થીઓને હોકી સ્ટીકથી ડરાવી દંડ વસુલ્યો હતો. બીજીતરફ યુવા ભાજપની બાઈકરેલીમા નિયમોના ધજાગરા ઉઠ્યા છતા તંત્રએ તમાશો નિહાળ્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ અધિકારીમાં સાચે જ હિંમત હોય તો તેમણે યુવા ભાજપની બાઈક રેલી રોકવી જોઈએ. જો તેમણે એવો પ્રયાસ પણ કર્યો હોત તો NSUI દ્વારા તેમનું સન્માન કરવાનું હતું. પરંતુ નાના અને ગરીબ વેપારીઓ સામે રોફ જમાવવા જાહેરમાં હોકી લઈને ફરવું કલાસ વન અધિકારીઓ મારે જરાય યોગ્ય નથી. આવી ગેરબંધારણીય હરકત કરનાર સામે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. તેને બદલે ભાજપનાં રાજમાં પોલીસે આવી ઘટનાનો વિરોધ કરનારા અમારા કાર્યકરોની અટકાયત કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud