કોરોના કટોકટી સમયે પણ સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી યથાવત
તાજેતરમાં હોસ્પિટલમાં દાખલ થવા માટે રૂ. 9 હજાર ચુકવીને બ્લેકમાં બેડ બુક કરાવવાનો વિડીયો વાઇરલ થયો હતો
એક તરફ મેયર સહિતના શાસક પક્ષના નેતાઓ દ્વારા સબ સલામતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. તો જમીની હકીકત કંઇક ઓર જ છે
WatchGujarat. શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીને એડમીટ કરવા માટે લાંબી કતારો, એડમીટ થવા માટે પૈસા સહિતની ગંભીર બેદરકારીના કિસ્સા સામે આવ્યા હતા. હવે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે એડમીટ કરાયેલા વૃદ્ધા 12 દિવસ બાદ લાપતા થતા વધુ એક વખત ગંભીર બેદરકારી સામે આવી હતી. વૃદ્ધાને દાખલ કર્યાના 12 દિવસ બાદ પણ તેઓની કોઇ ભાળ નહિ મળતા આખરે પરિવારજનોએ હોસ્પિટલ તંત્રનો સંપર્ક કર્યો હતો. તંત્ર તરફથી કોઇ સંતોષકારક જવાબ ન મળતા પરિવારજનોની ચિંતામાં વધારો થયો હતો.
શહેરમાં કોરોનાના કેસોમાં રોજે રોજ વધારો થતા રાજકોટ સિવિલ હોસ્પિટલ પર કામનું ભારણ અનેક ઘણું વધી રહ્યું છે. કોરોના કટોકટી સમયે પણ સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી યથાવત છે. ક્યારેક હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓએ લાઇનમાં ઉભા રહીને સારવાર લેવી પડે તેવા કિસ્સાઓ સપાટી પર આવતા હતા. તો તાજેતરમાં હોસ્પિટલમાં દાખલ થવા માટે રૂ. 9 હજાર ચુકવીને બ્લેકમાં બેડ બુક કરાવવાનો વિડીયો વાઇરલ થયો હતો. સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી આટલેથી અટકતી નથી. ગુરૂવારે સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં 12 દિવસ પહેલા સારવાર માટે દાખલ કરાયેલા વૃદ્ધા લાપતા થતા પરિવારજનો ચિંતાતુર થયા હતા.
રાજકોટ શહેરમાં એક તરફ મેયર સહિતના શાસક પક્ષના નેતાઓ દ્વારા સબ સલામતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. તો જમીની હકીકત કંઇક ઓર જ છે. લોકો રોજે રોજ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે હાડમારી ભોગવી રહ્યા છે. અને હોસ્પિટલ બહાર આવેલા ગ્રાઉન્ડમાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. સિવિલ હોસ્પિટલનું તંત્ર દિવસેને દિવસે કથળી રહ્યું છે. અને તેને સુધારવા માટે કોઇ આગળ આવવા તૈયાર નથી. વૃદ્ધાનાં સગાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ સમરસ તેમજ કેન્સર સહિતની હોસ્પિટલમાં ફરી ચુક્યા છે. ત્યાં ક્યાંય વૃદ્ધા નથી. ત્યારે હવે આ વૃદ્ધા સિવિલનાં કોવિડ વોર્ડમાં હોવાની પૂરતી સંભાવના છે.