• પોલીસ દ્વારા સરકારની ગાઇડલાઇનનું પાલન કરવાતી વેળાએ સ્થાનિકો સાથે ઘર્ષણી ઘટનાઓ હવે સામે આવી રહી છે
  • રાજકોટ શહેરના જ્યુબેલી શાકમાર્કેટ પાસે પાથરણાં વાળાઓને હાંકી કાઢવામાં આવ્યા
  • દરમિયાન પોલીસ કર્મી અને શાકભાજી વેચનાર વચ્ચે જાહેરમાં ઘર્ષણની ઘટનાનો વિડીયો વાયરલ

Watchgujarat. રાજ્યમાં કોરોનાની બીજી વેવ ખતરનાક રીતે સંક્રમણ ફેલાવી રહી છે. તેવા સમયે સરકાર દ્વારા કોરોના પર નિયંત્રણ મેળવવાના ઉદ્દેશ્યથી રાજ્યના 29 શહેરોમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતી સર્જી છે. પોલીસ દ્વારા સરકારની ગાઇડલાઇનનું પાલન કરવાતી વેળાએ સ્થાનિકો સાથે ઘર્ષણી ઘટનાઓ હવે સામે આવી રહી છે. તાજેતરમાં જ્યુબેલી માર્કેટમાં શાકભાજીની લારી ચાલક અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

રાજ્યના તમામ શહેરોમાં કોરોનાનું સંક્રમણ તેજ ગતીથી વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા 5 મે સુધી રાજ્યના 29 શહેરોમાં આંશિક લોકડાઉન જેવા નિયમો લાદી દીધા છે. પોલીસ દ્વારા નિયમોનું પાલન કરાવતા સમયે લોકો સાથે ઘર્ષણની ઘટનાઓ સામે આવી રહી છે. બુધવારે જ્યુબેલી શાકમાર્કેટ પાસેથી શાકભાજી વાળાઓને પોલીસે હાંકી કાઢ્યા હતા. ત્યારે જ માર્કેટમાં એક શાકભાજીની લારીવાળા અને પોલીસ કર્મી વચ્ચે થઈ ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા. શાકભાજીની લારીવાળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

કોરોના સંક્રમણ વધવાના કારણે રાજકોટ સહિત અનેક શહેરોમાં આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ શહેરના જ્યુબેલી શાકમાર્કેટ પાસે પાથરણાં વાળાઓને હાંકી કાઢવામાં આવ્યા સામે આવ્યું હતું. બુધવારની સાંજે જ્યુબેલી શાકમાર્કેટ પાસે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં ન આવતા એ ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud