એક માસ અગાઉ ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પી આપઘાત કરનાર યુવકના કેસમાં નવો જ ફણગો ફૂટ્યો
મૃતક યુવક આરોપી કોન્સ્ટેબલનાં સાળાની પત્ની સાથે ફોન અને સોશિયલ મીડિયા થકી વાતચીત કરતો હોવાથી આ ધમકી આપવામાં આવી
આપઘાત કરવાની ફરજ પાડવા સબબ પોલીસે આઈપીસી 306 અને 506(2) મુજબ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી
WatchGujarat. શહેરમાં પોલીસને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં એક માસ અગાઉ ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પી આપઘાત કરનાર યુવકના કેસમાં નવો જ ફણગો ફૂટ્યો છે. અને તેણે એક પોલીસ કોન્સ્ટેબલની ધમકીથી ડરીને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. સાથે જ પોલીસ કોન્સ્ટેબલ યુવકને ધમકી આપી રહ્યો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેને પગલે પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો છે. મૃતક યુવક આરોપી કોન્સ્ટેબલનાં સાળાની પત્ની સાથે ફોન અને સોશિયલ મીડિયા થકી વાતચીત કરતો હોવાથી આ ધમકી આપવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
https://youtu.be/QqkFnNioBII
જાણવા મળતી વિગતો અનુસાર, વિક્રમ ખાંડેખા નામના યુવકે ગત તારીખ 19-12-2020ના અશ્વીન ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ અંગે મૃતકનાં ભાઈ વિજય તરફથી પોલીસ કોન્સ્ટેબલ ભારત સવસેટા સામે ફરિયાદ આપવામાં આવી છે. ફરિયાદ મોડી આપવા બાબતે તેણે જણાવ્યું હતું કે, અમે એક જ કુટુંબના તેમજ જ્ઞાતીના છીએ. આ ઉપરાંત ભાઈના મોતથી પરિવારને આઘાત લાગ્યો હોવાથી મોડું થયું છે.
ફરિયાદમાં તેણે જણાવ્યા પ્રમાણે મૃતક વિક્રમ ખાંડેખા આરોપીના સાળાની પત્ની સાથે મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા થકી વાતચીત કરતો હતા. આ વાતને લઈ કોન્સ્ટેબલે વિક્રમને સંબંધ તોડી નાખવા અને જો સંબંધ રાખશે તો બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી. સાથે જ પોલીસ કોન્સ્ટેબલે વિક્રમને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. જેને લઈને વિક્રમે છેલ્લું પગલું ભર્યું હોવાનું જણાવાયું છે. સાથે જ આ માટેના સીસીટીવી ફૂટેજ પણ રજૂ કરાયા છે.
ફરિયાદની સાથે જે-તે સમયના સીસીટીવી ફૂટેજ પણ રજૂ કરાયા છે. જેમાં ભરત સવસેટા નામનો પોલીસ કોન્સ્ટેબલ મૃતક યુવકને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાનું જણાઇ રહ્યું છે. જેને લઈ એ-ડિવિઝન પોલીસે કોન્સ્ટેબલ સામે ગુનો નોંધ્યો છે. જેમાં તેને આપઘાત કરવાની ફરજ પાડવા સબબ પોલીસે આઈપીસી 306 અને 506(2) મુજબ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.