મહિલા કોન્સ્ટેબલ ગુમ થયાની ભાવનગર પોલીસમાં નોંધ થઇ હતી
બનાવ લવ જેહાદ હોવાનાં આક્ષેપ સાથે જ હિન્દૂ સંગઠનો પણ મેદાનમાં આવ્યા
ક્રાઇમ બ્રાંચની ટીમે બંનેનો સંપર્ક કરી લઈ મંગળવારે સાંજે ભાવનગર પોલીસ સમક્ષ હાજર કર્યા
WatchGujarat. શહેરની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા વિધર્મી પોલીસમેન અને ભાવનગરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. અને સપ્તાહ પૂર્વે બંને નાસી ગયા હતા. મહિલા કોન્સ્ટેબલ ગુમ થયાની ભાવનગર પોલીસમાં નોંધ થઇ હતી. અને આ બનાવ લવ જેહાદ હોવાનાં આક્ષેપ સાથે જ હિન્દૂ સંગઠનો પણ મેદાનમાં આવ્યા હતા. જો કે રાજકોટની પોલીસે આ બંનેને શોધી આ અંગે ભાવનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હોવાથી ભાવનગર પોલીસનાં હવાલે કર્યા છે. દરમિયાન મહિલા કોન્સ્ટેબલનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં તેણીએ આ બનાવ લવ જેહાદ નહીં હોવાનું જણાવી બંને લિવ ઇનમાં રહેતા હોવાનું જણાવ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ ભાવનગરમાં જ ફરજ બજાવતાં મહિલા કોન્સ્ટેબલ અઠવાડિયા પૂર્વે પોતાનું ઘર છોડીને કોઇ સ્થળે જતા રહ્યા હતા. અનેક સ્થળે શોધખોળ કરવા છતાં તેનો પત્તો નહીં લાગતાં પરિવારે ભાવનગર પોલીસમથકમાં જાણ કરી હતી. દરમિયાન મહિલા કોન્સ્ટેબલનો એક વીડિયો જાહેર થયો હતો જેમાં તેણે કહ્યું હતું કે, પોતે રાજકોટમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા વિધર્મી પોલીસ કોન્સ્ટેબલ સાથે હાલ લીવઇનમાં રહે છે. વધુમાં મહિલા કોન્સ્ટેબલે કહ્યું હતું કે, વિધર્મી પોલીસમેન તેને ધમકાવીને લાવ્યો નથી, બંને વચ્ચે પ્રેમસંબંધ છે અને લગ્ન કરી લીધા છે.
જો કે મહિલા કોન્સ્ટેબલના વીડિયોમાં રાજકોટના પોલીસમેનની વાત બહાર આવતા રાજકોટ પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી હતી. અને ક્રાઇમ બ્રાંચની ટીમે બંનેનો સંપર્ક કરી લઈ મંગળવારે સાંજે ભાવનગર પોલીસ સમક્ષ હાજર કર્યા હતા. જ્યાં બંનેને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા. માતાએ ઘણું સમજાવ્યા છતાં પણ પોતે ખુશ હોવાના રટણ સાથે જ આ મહિલા કોન્સ્ટેબલે પરત ફરવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ અને રાજકોટના પોલીસમેન વચ્ચે પોલીસ તાલીમ વખતે પ્રેમસંબંધ બંધાયા હતા. રાજકોટનો પોલીસમેન પરિણીત છે. પોલીસ કોન્સ્ટેબલે પોલીસ સમક્ષ એવો બચાવ કર્યો હતો કે, તેના અગાઉ લગ્ન થયા હતા. પરંતુ બે મહિનામાં જ છૂટાછેડા આપી દીધા હતા અને ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ સાથે લગ્ન કરી લીધા હતા.