• યુવરાજસિંહ જાડેજા રવિવારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં જામનગરની ઠેબા ચોકડી પાસે આવેલા પેટ્રોલપંપ નજીક એક ખુરશી પર બેઠો હતો
  • કાર લઇને આવેલા ઇશ્વરસિંહે ખુરશીને ટક્કર મારી યુવરાજને ઉડાવી દીધો
  • ત્યાર બાદ છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાંખી
  • ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા

 

Watchgujarat. શહેરની ઠેબા ચોકડી પાસે સસ્પેન્ડ થયેલા પોલીસકર્મી ઈશ્વરસિંહ સતુભા જાડેજાએ સરાજાહેર ખૂની ખેલ ખેલ્યો હતો. અને ગ્રીન સીટી વિસ્તારમાં રહેતા રેતીના ધંધા સાથે સંકળાયેલા 26 વર્ષીય યુવાન યુવરાજસિંહ મહોબતસિંહ જાડેજાને કારની ટક્કર માર્યા બાદ છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા ફફડાટ ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે નાકાબંધી કરી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, યુવરાજસિંહ જાડેજા રવિવારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં ઠેબા ચોકડી પાસે આવેલા પેટ્રોલપંપ નજીક એક ખુરશી પર બેઠો હતો. દરમિયાન ઈશ્વરસિંહ જાડેજા અચાનક કાર લઈ ત્યાં આવ્યો હતો. ત્યારબાદ સૌપ્રથમ ખુરશીમાં બેઠેલા યુવરાજસિંહને ઠોકરે લઈ ઉડાવી દીધો હતો. બાદમાં કારમાંથી ઉતરી છરી વડે યુવરાજસિંહના ગળાના ભાગે છરીનાં ઘા ઝીંકી કારમાં બેસીને નાસી છૂટ્યો હતો. જેને લઈ યુવરાજસિંહ જાડેજાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, મૃતક યુવરાજસિંહ જાડેજા તેમજ ઈશ્વરસિંહ જાડેજા વચ્ચે રેતી ખનન મુદ્દે ભાગીદારીમાં ધંધા પછી મનદુઃખ ચાલતું હતું. જેનો ખાર રાખીને આજે હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની આશંકા છે. ઘટના અંગે જાણ થતા ખુદ જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન એલ.સી.બી, એસ.ઓ.જી તેમજ સ્થાનિક પોલીસનો કાફલો દોડી ગયો હતો. અને પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજનાં આધારે સસ્પેન્ડેડ પોલીસકર્મી ઈશ્વરસિંહ સામે હત્યાનો ગુનો નોંધી તેને દબોચી લેવા તપાસ હાથ ધરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud