ઘટના પોલીસ સુધી પહોંચે તે પહેલા આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
જુનાગઢ ખાતે લોકરક્ષક દળના દીક્ષાંત સમારોહમાં તાલીમાર્થી જવાનો ટોળે વળીને ગરબે ઘૂમ્યા
અધિક પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય દ્વારા સમગ્ર ઘટનાક્રમને ગંભીરતાથી લઈને તેની વિગતો મંગાવવવામાં આવી
WatchGujarat. શહેરનાં પોલીસ લોક રક્ષક ટ્રેનિંગ સેન્ટરમાં પોલીસ જવાનોનાં ગરબે રમવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલીને તમામ LRDનાં જવાનો ગરબે ઘૂમતા જોવા મળ્યા છે. ઘટના પોલીસ સુધી પહોંચે તે પહેલા આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે અધિક પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય દ્વારા સમગ્ર ઘટનાક્રમને ગંભીરતાથી લઈને તેની વિગતો મંગાવવવામાં આવી છે. એક તરફ રાજ્યના મહાનગરોમાં કોવિડ ગાઇડલાઇન્સની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. ત્યારે મહાનગરો સિવાય નગર - ટાઉનમાં કોરોનાથી નિશ્ચિંત થઇને ડીજેના તાલે ઝુમી રહ્યા છે.
રાજ્યના મહાનગરોમાં કોરોનાને નાથવા માટે રાત્રી કર્ફ્યુ, માસ્ક ચેકીંગ તથા સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી સંખ્યામાં જ લોકોની પ્રસંગમાં હાજરી સહિતના નિયમોની કડક અમલવારી કરવામાં આવી રહી છે. તેવા સમયે મહાનગરોને છોડીને રાજ્યના વિવિધ નગર - ટાઉનમાં કોરોનાથી બેખૌફ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઇ રહ્યા છે. અને ડીજેના તાલે ઝુમી રહ્યા છે. થોડાક દિવસ પહેલા વલસાડમાં ભાજપના નેતાના ઘરે પ્રસંગમાં હજારોની સંખ્યામાં લોકો ઓર્કેસ્ટા પાર્ટીમાં ઝુમતા જોવા મળ્યા હતા. ઘટના બાદ વધુ એક વખત વિડીયો વાઇરલ થયો છે.
https://youtu.be/bK79C8NXANg
જાણવા મળતી વિગતો મુજબ, વીડિયો જુનાગઢનાં લોકરક્ષક દળના દીક્ષાંત સમારોહનો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મોટી સંખ્યામાં તાલીમાર્થી જવાનો ટોળે વળીને ગરબે ઘૂમી રહ્યા છે. એટલું જ નહીં આ વીડિયોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોના ધજાગરા ઉડતા પણ જોવા મળી રહ્યા છે. અંદાજે 500થી વધુ જવાનો આ દિક્ષાન સમારોહમાં ગરબે ઘૂમ્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
જો કે, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પોલીસને તેની ગંભીરતા સમજાઈ છે. આ વિશે અધિક પોલીસ મહાનિર્દેશક, વિકાસ સહાયે જણાવ્યું કે, વીડિયોની પુષ્ટિ હજી અમે કરી નથી. પણ ઘટનાનું મહત્વ સમજીને તેને ગંભીરતાથી લેવામાં આવી છે. આ માટે પ્રાથમિક તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ જે પણ હકીકત સામે આવશે તે મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.