• મ્યુકરમાઇકોસીસનાં સૌથી વધુ કેસ રાજકોટમાં સામે આવતા તંત્ર સતર્ક
  • લોકોએ કોઈ ખોટી અફવામાં દોરાયા વિના લક્ષણો જણાય તો તરત જ સારવાર કરાવવી જોઈએ – કલેક્ટર રેમ્યા મોહન
  • સિવિલ હોસ્પિટલમાં આજના દિવસે 35 દર્દીઓ આવતા તેમાંથી 24 દર્દીને દાખલ કરવામાં આવ્યા

WatchGujarat. શહેરમાં આંશિક લોકડાઉન બાદ કોરોનાનાં સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો છે. પણ મ્યુકરમાઇકોસીસ કહેર વર્તાવી રહ્યો છે. અને રાજ્યમાં આ રોગના સૌથી વધારે દર્દીઓ રાજકોટમાં જ છે. મ્યુકરમાઇકોસીસની સારવાર પણ કેન્સર કરતા વધુ ખર્ચાળ હોઈ સિવિલમાં લોકોને ફ્રી સારવાર મળે તેવી પૂરતી વ્યવસ્થા ગોઠવાઈ છે. હાલ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મ્યુકરમાઇકોસીસનાં 800 કરતા વધુ દર્દીઓ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી.

કલેક્ટરનાં જણાવ્યા મુજબ હાલ કોરોનાનાં નવા કેસ અને મૃતકોની સંખ્યામાં ઘટાડો થયો છે. છતાં લોકોએ સાવધાની રાખવી જરૂરી છે. સાથે મ્યુકરમાઇકોસીસનાં સૌથી વધુ કેસ રાજકોટમાં સામે આવતા તંત્ર સતર્ક છે. અને આ માટે ઇએનટી સર્જન સહિતની તમામ સગવડ ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલ સિવિલમાં 380 દર્દી સારવાર હેઠળ છે. તેમજ સમરસ હોસ્ટેલ ખાતે અન્ય દર્દીઓ માટે વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. મ્યુકરમાઇકોસીસ માટેનાં જરૂરી ઇન્જેક્શન અને દવા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ત્યારે લોકોએ કોઈ ખોટી અફવામાં દોરાયા વિના લક્ષણો જણાય તો તરત જ સારવાર કરાવવી જોઈએ. કોરોનાં માટે પણ બેડની પુરી સગવડ હોવાનું પણ તેમણે આ તકે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, હાલ મ્યુકોરમાઈકોસીસમાં અત્યંત ચિંતાજનક ઉછાળો આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં આજના દિવસે 35 દર્દીઓ આવતા તેમાંથી 24 દર્દીને દાખલ કરવામાં આવ્યા છે. મ્યુકરમાઈકોસીસના દર્દીની વધતી જતી સંખ્યાને લીધે સિવિલમાં તેના માટેના બેડ ફુલ થઈ જવા પર હોવાથી સમરસ હોસ્ટેલ ખાતે એક આખો ફલોર ફાળવી દેવામા આવ્યો છે. જ્યાં કોવિડ નેગેટિવ, મ્યુકર પોઝિટીવ પરંતુ સેટલ્ડ દર્દીઓને હવેથી ખસેડવામાં આવનાર છે. મ્યુકોરમાઈકોસીસના રોગની સારવાર માટે વપરાતા એમ્ફોટેરીસીન-બી ઇન્જેક્શનની પણ હાલ અછત વર્તાઈ રહી છે. જો કે હાલ સરકારે હોસ્પિટલમાં આ ઇન્જેક્શન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે. પણ જો કેસો વધતા જશે તો ઇન્જેક્શન મળવા મુશ્કેલ બનવાની શક્યતાને નકારી શકાય તેમ નથી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud