• વાવાઝોડાના કારણે અમુક કોવિડ હોસ્પિટલોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો
  • વાવાઝોડાની રાત્રે તમામ કર્મચારી અને અધિકારી રાતભર ખડેપગે હોવાથી જિલ્લામાં ક્યાંય કોરોનાનાં દર્દીઓને મુશ્કેલી પડી નથી
  • નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો માટે અને કાચા મકાનોમાં રહેતા અંદાજે 12 હજાર લોકોનું અગાઉ સ્થળાંતર કરાયું

WatchGujarat.  શહેર અને જિલ્લામાં તૌકતે વાવાઝોડાએ તારાજી સર્જી હતી. જેમાં ભારે સાવચેતી છતાં પણ ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ નુકસાનનો સર્વે કરી આર્થિક સહાય કરવામાં આવનાર હોવાનું જાહેર કરાયું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં પણ ખાસ ટીમો દ્વારા સર્વે શરૂ કરાયો છે. આ અંગે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા અનેક તૈયારીઓ કરવામાં આવી હતી. જેના કારણે પ્રમાણમાં ઘણું ઓછું નુકસાન થયું છે. જો કે નુકસાનનો ચોક્કસ આંકડો આ સર્વે પૂરો થયા બાદ જ સામે આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોવિડ હોસ્પિટલ અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, વાવાઝોડાના કારણે અમુક કોવિડ હોસ્પિટલોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. પરંતુ આ માટે અગાઉથી ખાસ ગ્રીન કોરિડોર અને દીજી ટ્રાન્સફોર્મર સહિતની વ્યવસ્થા કરાઈ હોવાથી ટૂંક સમયમાં કાર્યાન્વિત કરવામાં આવ્યો હતો. આ માટે ગ્રીન કોરિડોરની રચના કરવામાં આવી હતી. જેથી કોઈ જ દર્દીઓને ઓક્સિજનની કમી પડી નથી. વાવાઝોડાની રાત્રે તમામ કર્મચારી અને અધિકારી રાતભર ખડેપગે હોવાથી જિલ્લામાં ક્યાંય કોરોનાનાં દર્દીઓને મુશ્કેલી પડી નથી. જો કે રસ્તામાં ઝાડ પડતા અને વીજળી પડતા જેને નુકસાન થયું હતું. તેની હાલ સારવાર ચાલુ છે. અને સ્થિતિ સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાની અસરને પગલે આખી રાત અજંપાભરી રહી હતી. પવન ક્યારેક એકદમ શાંત રહેતો હતો. તો વળી અચાનક જ 60 કરતા વધુની ગતિએ ફૂંકાવા લાગતો હતો. જેને કારણે વૃક્ષો અને ઝૂંપડાઓને વધુ નુકસાન થયું હતું. જોકે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો માટે અને કાચા મકાનોમાં રહેતા અંદાજે 12 હજાર લોકોનું અગાઉ સ્થળાંતર કરાયું હોવાથી મોટી જાનહાની ટળી હતી. સ્થળાંતરિત લોકો માટે રહેવા માટે પણ શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં તેઓને ફૂડ પેકેટ પણ પહોંચાડવામાં આવ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud