• રાજકોટમાં પરીક્ષા કેન્દ્રમાં બનેલા બનાવ અંગે પરીક્ષા યોજનાર યુનિવર્સિટી પાસે ખુલાસા મંગાયા
  • વનવિભાગના શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર પેકેટમાં કાપો મારેલો હતો અને ટેપ લગાવેલી હતી
  • મામલાની તપાસ કરીને ટૂંક સમયમાં રિપોર્ટ કરાશે

WatchGujarat. રાજકોટની ઉડાન સ્કૂલમાં વનરક્ષકની ભરતી માટે પરીક્ષા કેન્દ્ર હતું. જેના બ્લોક નં.2માં પ્રશ્નપત્રનું પેકેટ તૂટેલું નીકળ્યું હતું જેને લઈને હજુ સુધી પરીક્ષા યોજનાર ગુજરાત યુનિવર્સિટી પાસે કોઇ જવાબ નથી. પરીક્ષાર્થી ગીતાબેન માલી તેમજ હરેશ સોલંકીએ પેકેટ ચેક કરતા તેમાં જોવા મળ્યું હતું કે, નીચેના ભાગમાં બ્લેડ જેવા સાધનથી કાપો પાડેલો હતો અને તેના પર સેલો ટેપ લગાડેલી હતી. જેને લઈને સહી કરવાનો ઈનકાર કર્યો હતો.

મીડિયા અહેવાલ અનુસાર, આ મામલે પેકેટ તૂટેલું છે તેવું લખીને સહી કરી હતી અને સ્થળ પરના અધિકારીએ ફોટો પાડીને રોજકામ પણ કર્યું હતું પણ અધિકારી ડો.પરમારે રોજકામમાં શંકાસ્પદ રીતે તે ફોટાનો સમાવેશ કર્યો નથી તેમજ ઉમેદવારે કહ્યા છતાં તેને ફોટો મોકલ્યા નથી.

આ મામલે બધું જ સાહિત્ય ગુજરાત યુનિવર્સિટી લઈ ગયું છે અને શાળા પાસે પણ સીસીટીવી ફૂટેજ રહેવા દીધા નથી.વનવિભાગના શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર પેકેટમાં કાપો મારેલો હતો અને ટેપ લગાવેલી હતી. પણ તેમાં બધા પેપર સીલ હતા તેમજ તેમાં સંખ્યા પૂરી હતી. આ ઉપરાંત પેકેટ જે બોક્સમાં આવ્યું તે પણ સીલબંધ હતું તેથી પેપર લીક થયું નથી. અને આ પાછળ કોઈ બદઈરાદો નથી. પણ કાપો લાગ્યો તે મહત્ત્વની બાબત છે. આ કારણે ગુજરાત યુનિવર્સિટીને પૂછવામાં આવ્યું છે કે આ કાપો લાગ્યો કેવી રીતે અને તેના પર ટેપ કોણે મારી છે અને તપાસ કરીને ટૂંક સમયમાં રિપોર્ટ કરશે.

Facebook Comments Box

Videos

Our Partners