• સોની બજારમાં 15 વર્ષથી સોના-ચાંદીનો વેપાર કરતા જ્વેલર્સ સિદ્ધાર્થ સહુલિયા દ્વારા સોનાની અને ચાંદીની રાખડીઓનું નિર્માણ કરવામાં આવ્યું
  • રૂપિયા 100થી માંડીને 10 હજાર સુધીની રાખડીઓ તૈયાર કરવામાં આવી
  • રાજકોટમાંથી સુરત, અમદાવાદ, વડોદરા સહિતના રાજ્યના વિવિધ શહેરો તેમજ દેશના જુદા-જુદા રાજ્યના મેટ્રો સિટીમાં આ રાખડીઓ મોકલવામાં આવી રહી છે – સિદ્ધાર્થ સહુલિયા

WatchGujarat. શહેરનું સોની બજાર કૈક અવનવું કરવા માટે દેશભરમાં પ્રખ્યાત છે. ત્યારે ચાલુ વર્ષે રક્ષાબંધનને લઈ સોના-ચાંદીની રાખડીઓ બનાવાઈ રહી છે. આગામી દિવસોમાં દેશમાં હિંદુઓનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે. આ તહેવારને ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. ત્યારે આ તહેવારને લઈને રાજકોટના એક સોની વેપારીએ શુદ્ધ સોના અને ચાંદીની રાખડીઓ બનાવી છે. અને રૂ. 100થી લઈને રૂ. 10 હજાર સુધીમાં વેંચાતી આ રાખડીઓની માત્ર રાજકોટ જ નહીં દેશભરમાં ધૂમ માંગ જોવા મળી રહી છે.

સોની બજારમાં 15 વર્ષથી સોના-ચાંદીનો વેપાર કરતા જ્વેલર્સ સિદ્ધાર્થ સહુલિયા દ્વારા સોનાની અને ચાંદીની રાખડીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં રૂપિયા 100થી માંડીને 10 હજાર સુધીની રાખડીઓ જોવા મળી રહી છે. જ્યારે આ સોના-ચાંદીની રાખડીઓની દેશભરમાં ખૂબ માંગ જોવા મળી રહી છે. સોના અને ચાંદીની આ રાખડીઓ પોતાના ભાઈઓને બાંધવાનો બહેનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સિદ્ધાર્થ સહુલિયાનાં જણાવ્યા મુજબ, રાજકોટમાંથી સુરત, અમદાવાદ, વડોદરા સહિતના રાજ્યના વિવિધ શહેરો તેમજ દેશના જુદા-જુદા રાજ્યના મેટ્રો સિટીમાં આ રાખડીઓ મોકલવામાં આવી રહી છે. તો વિદેશમાં પણ આ રાખડીઓની ડીમાન્ડ જોવાઈ રહી છે. હાલમાં સિલ્વરમાં 45-50 જેટલી વિવિધ વેરાયટીની રાખડીઓ બનાવાઈ છે. તેનો ભાવ રૂપિયા 100થી લઈ રૂ. 1000 રાખવામાં આવ્યો છે. આ રાખડીઓમાં જેટલું પ્રમાણ સિલ્વરનું હોય તે રીતે ભાવ નક્કી થતો હોય છે.

બીજીતરફ આવી જ રીતે ગોલ્ડમાં પણ 12થી વધુ વેરાયટીઓ રાખડીની જોવા મળી રહી છે. જેમાં રૂપિયા 5 હજારથી માંડીને રૂ. 10 હજાર સુધીની રાખડીઓ બનાવવામાં આવી છે. સોનાની રાખડીઓમાં પણ જેટલું સોનાનું પ્રમાણ છે તે પ્રમાણે ભાવ નક્કી કરવામાં આવ્યા છે. આમ નાના બાળકોથી માંડીને મોટા સૌ કોઈ માટે અલગ-અલગ રાખડીઓ બનાવવામાં આવી રહી છે. જો કે ગતવર્ષે પણ આ પ્રકારની રાખડીઓ તેમણે બનાવી હતી. પણ કોરોનાને કારણે જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો નહોતો. જ્યારે ચાલુવર્ષે ઠેર-ઠેરથી આ રાખડીઓ માટેના ઓર્ડર મળી રહ્યા હોવાનું પણ તેમણે કહ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud