• ઉપલેટા પંથકની એક યુવતીને ગઈકાલે પેટમાં દુખાવો ઉપડતા માતાને લઇ હોસ્પિટલમાં લઇને જતા તેણી ગર્ભવતી હોવાનું સામે આવ્યું
  • યવતિ હોસ્પિટલમાં નોકરી કરતી હતી ત્યારે મુકેશ રાઠોડ સાથે સંપર્કમાં આવી અને પ્રેમ થયો
  • સગાઈ થઈ ગઈ હોવાનું કહેતા લગ્નની લાલચ આપી સગાઈ તોડાવીને મારી સાથે લગ્ન કરશે તેવું કહી વિશ્ર્વાસમાં લીધી

WatchGujarat. ઉપલેટા પંથકની એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી યુવકે સગાઈ તોડાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. જેને પગલે ગઈકાલે તેણીને પેટમાં દુ:ખાવો ઉપડતા પ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં જતા યુવતી ગર્ભવતી હોવાની જાણવા મળ્યું હતું. બાદમાં ભાયાવદર પોલીસને જાણ કરવામાં આવતા મહિલા કોન્સ્ટેબલને સાથે રાખી રાજકોટ સરકારી હોસ્પિટલમાં મેડિકલ કરવામાં આવ્યું હતું. હાલ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

જાણવા મળતી વિગતો અનુસાર, ઉપલેટા પંથકની એક યુવતીને ગઈકાલે પેટમાં દુખાવો ઉપડતા માતાને લઇ હોસ્પિટલમાં લઇને જતા તેણી ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. હકીકત જાણીને પરિવારના પગની નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ તબીબે ભાયાવદર પોલીસને જાણ કરતા મહિલા પોલીસ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. તેમજ આ પીડિતાને સારવાર અને મેડિકલ રિપોર્ટ માટે રાજકોટ જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ અંગે ભોગ બનનાર યુવતિનાં જણાવ્યા અનુસાર, તેણી રાજનગર ચોક પાસે આવેલી એક હોસ્પિટલમાં નોકરી કરતી હતી. જ્યાં નાનામવા સર્કલ પાસે આંખની હોસ્પિટલમાં નોકરી કરતા મુકેશ બાબુ રાઠોડ નામના યુવક સાથે બે વર્ષથી પરિચય થયો હતો. મુકેશે પોતે પટેલ હોવાની ઓળખ આપી જ્ઞાતિ છુપાવી મને પ્રેમ જાળમાં ફસાવી હતી. પોતે સગાઈ થઈ ગઈ હોવાનું કહેતા લગ્નની લાલચ આપી સગાઈ તોડાવીને મારી સાથે લગ્ન કરશે તેવું કહી વિશ્ર્વાસમાં લીધી હતી.

બાદમાં મુકેશે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. જોકે ત્યારબાદ પોતાને મુકેશ દલિત હોવાની અને તેને 10 વર્ષનો પુત્ર હોવાની જાણ થઈ હતી. એટલું જ નહીં મુકેશ અગાઉ એક યુવતીની હત્યા કર્યા બાદ છ મહિના જેલમાં રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ અંગે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરતા મુકેશે ઝઘડો મને તરછોડી દીધી હતી. હાલ પોતે ગર્ભવતી હોવાની જાણ થતાં આખરે માતા-પિતાને હકીકતથી વાકેફ કરી ફરિયાદ નોંધાવી હોવાનું પણ તેણીએ કહ્યું હતું. હાલ ભાયાવદર પોલીસે યુવતીની ફરિયાદ પરથી મુકેશ રાઠોડ સામે કાર્યવાહી શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud