• રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો
  • આરોપી યુવાને તેણીને ભગાડીને જુનાગઢ, ખોડિયાર ડેમ ધારી, રાંદલના દડવા અને પરબ લઇ ગયાનું તેમજ પાંચેક વાર શરીર સંબંધ બાંધી લીધા
  • સગીરાએ તેના વાલીને વર્ણવેલી આ વિગતોને આધારે તેણીના પિતાની ફરિયાદ પરથી ગુનો નોંધી પોલીસે રવિને સકંજામાં લીધો

WatchGujarat. શહેરમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 16 વર્ષની એક બાળાને લગ્નની લાલચ આપી બાબરા પંથકનો યુવાન ભગાડી ગયો હતો. અને તેને જુદી-જુદી જગ્યાએ ફેરવી પાંચ-પાંચ વખત દેહ અભડાવ્યો હતો. ગઈકાલે સગીરા પરત ફરી હતી. અને પૂછપરછ કરતા આરોપી યુવાને તેણીને ભગાડીને જુનાગઢ, ખોડિયાર ડેમ ધારી, રાંદલના દડવા અને પરબ લઇ ગયાનું તેમજ પાંચેક વાર શરીર સંબંધ બાંધી લીધાનું જણાવ્યું હતું. જેને પગલે પોલીસે અપહરણ-બળાત્કાર અને પોકસો હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે. છ – એક મહિના અગાઉ સગીરાની સગાઈ થઈ ચૂકી હોવાનું પણ પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે.

ભોગ બનનારનાં પિતાએ ભક્તિનાગર પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મજૂરી કરુ છું. મારા 4 સંતાન પૈકી વર્ષની દિકરીની સગાઇ જ્ઞાતિના રિવાજ મુજબ ગત જાન્યુઆરી મહિનામાં કરી છે. મારી દિકરી તેને મંગેતરે સગાઇ વખતે આપેલો મોબાઇલ ફોન વાપરે છે. ગત તા. 16 ની રાતે બે વાગ્યે મારી દિકરી ઘરેથી ગૂમ થઇ ગઇ હતી. જેને લઈને પરિવારના સભ્યોએ તેણીને શોધવા ઠેકઠેકાણે, સગા સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી. પરંતુ તે મળી નહોતી. તેણીની સગાઇ થઇ ગઇ હોઇ આબરૂ જવાની બીકે અમે ફરિયાદ કરી નહોતી.

આ દરમિયાન દિકરીને બાબરાના નવાણીયા ગામનો રવિ પીલુકીયા ભગાડી ગયો હોવાની જાણ થઈ હતી. તે પાયલને લઇ પોલીસ મથકે આવ્યો હોવાની જાણ થતાં અમે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. દિકરીને પુછતાં તેણે કહેલુ કે તે રવી સાથે પ્રેમ કરતી હતી તેમજ લગ્ન કરવા હોવાથી રવી સાથે ભાગી ગઇ હતી. રવિ પહેલા તેણીને જુનાગઢ લઇ ગયો હતો. ત્યાં બે દિવસ રોકાણ વખતે તેણે શરીર સંબંધ બાંધ્યા હતાં. પછી બસમાં બેસાડી ધારીનાં ખોડિયાર ડેમ ખાતે લઇ ગયો હતો. ત્યાં વાડી વિસ્તારમાં પણ બે વખત અવાવરૂ જગ્યામાં જ રવિએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

એટલું જ નહીં ત્યારબાદ બસમાં બેસી રાંદલના દડવા ગામે લઈ ગયો હતો. જ્યાં દોઢેક દિવસ રોકાઇને એક વખત બળજબરી કરી હતી. અને ગઈકાલે પરબ ગયા બાદ આજે તેણીને લઈને રાજકોટ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. હાલ સગીરાએ તેના વાલીને વર્ણવેલી આ વિગતોને આધારે તેણીના પિતાની ફરિયાદ પરથી ગુનો નોંધી પોલીસે રવિને સકંજામાં લીધો છે. સાથે જ બંનેનું તબિબી પરિક્ષણ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud