• રૂમ નં.605માં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડામાં 10ની ધરપકડ કરવામાં આવી
  • મુખ્ય સંચાલક રાતૈયા ગામનો શખ્સ નરેન્દ્રસિંહ જાડેજા હોવાનું બહાર આવ્યું
  • છઠ્ઠા માળે સ્યુટ રૂમમાં આટલા લોકો કેવી અંદર આવ્યા તે લઈને પ્રશ્નો સર્જાયા

WatchGujarat. શહેરનાં યાજ્ઞિક રોડ પર આવેલી ઇમ્પીરિયલ હોટલમાંથી જુગારધામ ઝડપાયું છે. જેમાં 10 જેટલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાયા છે. ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી.કે ગઢવી અને PSI એમ. એમ ઝાલાની ટીમે પાડેલા આ દરોડામાં લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લેવાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ પોલીસે તમામ મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અશ્લીલ વિડીયોને લઈને આ હોટલ ભારે વિવાદમાં આવી હતી.

જાણવા મળતી વિગત મુજબ, રૂમ નં.605માં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડામાં 10ની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મુખ્ય સંચાલક રાતૈયા ગામનો શખ્સ નરેન્દ્રસિંહ જાડેજા હોવાનું બહાર આવ્યું છે. આ સાથે મોરબીના જાણીતા ઉદ્યોગપતિ તથા રાજકોટના બિલ્ડરો હોવાનું પણ સામે આવ્યું છે. છઠ્ઠા માળે સ્યુટ રૂમમાં આટલા લોકો કેવી અંદર આવ્યા તે લઈને પ્રશ્નો સર્જાયા છે ? આ ઉપરાંત ચાલતી જુગાર ક્લબની માહિતી હોટલ સંચાલકને હતી કે નહિ તે લઈને અને આ જુગાર કલબ કેટલા સમયથી છે તે સહિતના મુદ્દે પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઝડપાયેલા આરોપીઓનાં નામ

1) નરેન્દ્રસિંહ ભાવુભા જાડેજા

2) અરવિંદભાઈ વશરામભાઈ ફળદુ

3) રાજુભાઇ દિલીપભાઈ મહેતા

4) કમલેશ દયાલજીભાઈ પોપટ

5) ભરતભાઇ મગનભાઈ દલસાનિયા

6) પ્રદીપભાઈ ધીરુભાઈ ચાવડા

7) મનીષ રસિકભાઈ સોનડાંગર

8) કરણભાઈ ઉધાડભાઈ પરમાર

9) વિપુલભાઈ કાંતિભાઈ પટેલ

10) રસિકભાઇ દેવશીભાઈ ભાલોડિયા

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud