• રાજકોટ સહિત રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરમાં નવા કેસોમાં સતત ઉછાળો નોંધાતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ હતી
  • સ્ટાફની ઘટ વર્તાવા લાગતા સરકાર દ્વારા નર્સીંગ કોલેજમાં અભ્યાસ કરતા છાત્રોને ફરજિયાત કોવિડ હોસ્પિટલમાં ડ્યુટી કરવાનો હુકમ કરાયો
  • યોગ્ય મહેતાણું ન મળતા વિરોધ કરતા સ્ટાફને પોલીસ દ્વારા એકઠા થયેલા છાત્રો સહિતના તમામની ટીંગટોળી કરી અટકાયત કરવામાં આવી

Watchgujarat. કોવિડ સેન્ટરોમાં ફરજ બજાવતા નર્સિંગનાં છેલ્લા વર્ષનાં છાત્રોને રૂ. 22000 પગાર આપવાનું કહી નોકરી કરવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો હતો. જેને પગલે આ છાત્રો ફરજમાં જોડાયા હતા. બે-બે મહિના નિષ્ઠાપૂર્વક કપરાકાળમાં ફરજ બજાવ્યા બાદ સિવિલ તંત્ર દ્વારા રૂ. 12 હજાર આપવાની વાત થતા છાત્રોએ NSUIને સાથે રાખીને વિરોધ કર્યો હતો. જોકે પોલીસે વિરોધ પ્રદર્શન કરતા આ તમામની ટીંગાટોળી કરીને અટકાયત કરી છે.

જાણવા મળતી વિગત અનુસાર શહેરમાં કોરોનાની બીજી લહેરમાં નવા કેસોમાં સતત ઉછાળો નોંધાતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ હતી. તેમજ તબીબો અને નર્સીંગ સ્ટાફની ઘટ વર્તાવા લાગતા સરકાર દ્વારા નર્સીંગ કોલેજમાં અભ્યાસ કરતા છાત્રોને ફરજિયાત કોવિડ હોસ્પિટલમાં ડ્યુટી કરવાનો હુકમ કરાયો હતો. આ માટે કલેકટર દ્વારા છાત્રોને રૂા.22 હજાર સ્ટાઈપેન્ડ ચુકવવાનો પરિપત્ર પણ બહાર પડાયો હતો. જેને લઈને  રાજકોટની સોમનાથ, આનંદ, મુરલીધર, ડાંગર સહિત 10 જેટલી નર્સીંગ કોલેજના છાત્રો સિવિલ કોવિડમાં જોડાયા હતા.

દરમિયાન સિવિલના નર્સીંગ સુપ્રિન્ટેન્ડ ઝખરીયાએ આ છાત્રોને તેમનો પગાર રૂ. 12 હજાર હોવાનું કહેતા જ નર્સીંગ છાત્રોએ આજે NSUIને સાથે રાખીને સિવિલ હોસ્પિટલ ખાતે અધિક્ષકને રજૂઆત કરી હતી. જોકે સિવિલ અધિક્ષકે હાથ ખંખેરી દીધા હતા. અને પોલીસ દ્વારા એકઠા થયેલા છાત્રો સહિતના તમામની ટીંગટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. તેમજ આ છાત્રોને સોશિયલ ડિસ્ટન્સનો ઉલળીયો કરીને પોલીસ વાનમાં ઘેટા-બકરાની જેમ ભરવામાં આવ્યા હતા.

સમગ્ર મામલે NSUI પ્રમુખ રોહિતસિંહ રાજપુતે કહ્યું હતું કે, આ તમામ વિદ્યાર્થીઓને પોતાનાં હક્કનો પગાર મળવો જોઈએ. કલેકટર તંત્ર અને સીવીલ હોસ્પિટલ તંત્ર એકબીજાને ખો આપી મુર્ખ બનાવે છે. જો આ  વિદ્યાર્થીઓને ન્યાય નહી મળે તો NSUI છાત્રોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશે. જ્યારે નર્સિગ સુપ્રિટેન્ડન્ટ ઝાખરીયાએ જણાવ્યું હતું કે પહેલા સરકારમાંથી 22 હજારનો પરિપત્ર આપ્યો હતો. જો કે તેના બે દિવસ બાદ 12 હજારનો પરિપત્ર આવ્યો હતો. પરંતુ અમે તેમને જાણ કરતા ભુલી ગયા હતા. તેમજ હવે નવા પરિપત્ર મુજબ રૂ. 12000 જ ચુકવવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું હતું.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud