• મુખ્યમંત્રી રૂપાણીએ પ્રધાનમંત્રીનાં કારણે રાજ્યને એઈમ્સ મળી હોવાનો દાવો કર્યો
  • દરેક રાજ્યમાં એઈમ્સ પહોંચે અને ત્રણ લોકસભા સીટો વચ્ચે એક મેડિકલ કોલેજ બને તેવું સરકારનું લક્ષ્ય – વડાપ્રધાન મોદી

#Rajkot - PM મોદીએ એઈમ્સનું ખાતમુહૂર્ત કર્યું, ગુજરાતીમાં કેમ છો ? કહી સંબોધનની શરૂઆત કરી, કહ્યું- દરેક રાજ્યમાં એઈમ્સ પહોંચે તે સરકારનું લક્ષ્ય

WatchGujarat. ખંઢેરી પાસે 200 એકરમાં નિર્માણ પામનાર ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતનાં દિગ્ગજો ખાસ હાજર રહ્યા હતા. જેમાં વડાપ્રધાને દરેક રાજ્યમાં એઈમ્સ પહોંચે તે સરકારનું લક્ષ્ય હોવાનું જણાવ્યું હતું. તો મુખ્યમંત્રી રૂપાણીએ પ્રધાનમંત્રીનાં કારણે રાજ્યને એઈમ્સ મળી હોવાનો દાવો કર્યો હતો. #PM Modi

વડાપ્રધાન મોદીએ ગુજરાતીમાં કેમ છો ? ઠંડી બંડી છે કે નહીં ? કહી સંબોધનની શરૂઆત કરી હતી. સાથે જ જણાવ્યું હતું કે, દરેક રાજ્યમાં એઈમ્સ પહોંચે અને ત્રણ લોકસભા સીટો વચ્ચે એક મેડિકલ કોલેજ બને તેવું સરકારનું લક્ષ્ય છે. આ વર્ષ દુનિયા માટે સ્વાસ્થ્ય બાબતે પડકારજનક રહ્યું છે. કોરોનાથી બચાવ મુદ્દે ભારતનું પ્રદર્શન અન્ય દેશોની સરખામણીએ ઘણું સારૂ રહ્યું છે. અને હવે સંક્રમણ પણ સતત ઘટી રહ્યું છે. તો નવા વર્ષમાં દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. સાથે ગુજરાતમાં પણ સંક્રમણ રોકવા અને વેકસીનેશનની તૈયારીઓને લઈને ખૂબ સારૂ કામ થયું છે. એઈમ્સથી સૌરાષ્ટ્રનાં લોકોને મોટી બીમારી માટે બહાર જવાની જરૂર નહીં પડે. તેમજ રોજગારીમાં અકલ્પનિય વધારો આવશે. #PM Modi

#Rajkot - PM મોદીએ એઈમ્સનું ખાતમુહૂર્ત કર્યું, ગુજરાતીમાં કેમ છો ? કહી સંબોધનની શરૂઆત કરી, કહ્યું- દરેક રાજ્યમાં એઈમ્સ પહોંચે તે સરકારનું લક્ષ્ય

આઝાદીનાં અનેક વર્ષો બાદ પણ 6 એઈમ્સ બની હતી. અટલજીની સરકારમાં વધુ 6 એઈમ્સનું કાર્ય શરૂ થયું. અને છેલ્લા પાંચેક વર્ષોમાં વધુ 10 એઈમ્સ માટે કમર કસવામાં આવી છે. જેમાં કેટલીક એઈમ્સ તો સંપૂર્ણપણે કાર્યરત થઈ ચૂકી છે. એઈમ્સથી ગરીબોને ઈલાજ મળવાની સાથે નિષ્ણાંત ડોક્ટરો પણ બહાર આવશે. આ તકે મોદીએ આયુષમાન ભારત યોજના અને જન ઔષધિ કેન્દ્રોનો પણ ઉલ્લેખ કર્યો હતો. અને તેનાથી ગરીબોના રૂ. 30 હજાર કરોડથી વધુ બચ્યા હોવાનો દાવો પણ કર્યો હતો. #PM Modi

ઉલ્લેખનીય છે કે, ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, સી.આર.પાટીલ, રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિક, રાજકોટનાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, જામનગર સાંસદ પૂનમ માડમ, કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામા, જયેશ રાદડિયા અને કુંવરજી સહિત 600થી વધુ મહેમાનો હાજર રહ્યા હતા. અને જિલ્લા વહીવટી વિભાગે કાર્યક્રમ માટે જુદી-જુદી 15 કમિટી બનાવી કાર્યક્રમમાં આવતા તમામ મહેમાનોનું થર્મલ ગનથી ખાસ ચેકિંગ કર્યું હતું. કાર્યક્રમ સ્થળ પર ચાર દરવાજા અને દરેક દરવાજા ઉપર સેનિટાઇઝર મશીનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. #PM Modi

એઇમ્સના ભવનોમાં વિશાળ સંખ્યામાં રૂમ બનવાના છે. જે તમામ રૂમમાં કુદરતી સૂર્યપ્રકાશનો મહત્તમ લાભ મળે તેમજ હવા-ઉજાસ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બને તે રીતે તૈયાર કરવામાં આવશે. સમગ્ર બિલ્ડિંગમાં ઇકો ફ્રેન્ડલી અને પાવર સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો વપરાશ કરાશે. સૂર્યના તાપની અસર નહીંવત જ થાય તેવું મટીરીયલ દીવાલ અને છતમાં વાપરવામાં આવનાર છે. સાથે જ રાત્રિ પ્રકાશ માટે કાર્બનનું પ્રમાણ નહીંવત રહે તે માટે એનર્જી સેવિંગ સીએફએલ અને એલઇડી લેમ્પનો મહત્તમ વપરાશ કરાશે.

More #PM Modi #inauguration #AIIMS #Rajkot news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud