• રાજકોટના મોરબી રોડ પર આવેલી સોસાયટી નજીક ડીગ્રી વગરનો એક શખ્સ ક્લિનિક ચલાવી લોકોની સારવાર કરતો હતો
  • બોગસ ડોક્ટરના ક્લિનીકમાંથી ઈન્જેકશન, બોટલ, અને અલગ અલગ એન્ટિબાયટીક દવાઓ મળી કુલ 19,797 નો મુદ્દામાલ કબ્જે કરાયો

WatchGujarat. શહેરમાં ચાલી રહેલા કોરોના કાળ વચ્ચે જ બોગસ ડોક્ટરનો પણ રાફડો ફાટ્યો છે. અને એક પછી એક બોગસ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અલગ-અલગ ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કર્યા બાદ મોરબી રોડ જકાતનાકા પાસે દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વધુ એક મુન્નાભાઈને એસઓજીએ ઝડપી પાડ્યો છે.

રાજકોટ શહેરના મોરબી રોડ પરની જય જવાન જય કિશાન સોસાયટી નજીક કોઇપણ ડીગ્રી વગરનો એક શખ્સ ક્લિનિક ચલાવી લોકોની સારવાર કરતો હતો. આ અંગેની જાણ થતાં SOG પોલીસ સ્થળ ઉપર જ ત્રાટકી હતી. દરમિયાન 35 વર્ષીય બોગસ ડોકટર હિરેન કાનાબાર લોકોની સારવાર કરતા મળી આવ્યો હતો. અને તેની પૂછપરછ કરતા તેની પાસે કોઇપણ જાતની ડીગ્રી ન હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસનાં જણાવ્યા મુજબ, કોરોનાના કપરા કાળમાં છેવાડાના વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેલ્લા બે વર્ષથી ક્લિનિક ખોલીને ચેડા કરનાર હિરેન કાનાબાર ઝડપાયો છે. તેના ક્લિનિકમાંથી ઈન્જેકશન, બાટલા, અને અલગ અલગ એન્ટિબાયટીક દવાઓ મળી કુલ 19,797 નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આરોપીએ 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. બાદમાં અલગ અલગ ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે કામ કર્યું હતું. અને માત્ર આ અનુભવને આધારે તે છેલ્લા બે વર્ષથી ક્લિનિક ચલાવી જાતે લોકોની સારવાર કરતો હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud