દારૂની હેરાફેરી કરતા હસરતખાન હનીફખાન પઠાણને છેલ્લા 12 વર્ષમાં છઠ્ઠી વખત 'પાસા' માં ધકેલાયો
સૌપ્રથમ વખત 2008ની સાલમાં તેની પાસામાં અટકાયત થઈ હતી
આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં ગાંધીગ્રામ, પ્ર.નગર, ક્રાઈમ બ્રાંચ, એ-ડિવિઝન, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, માળિયામીયાણા, પડધરી વગેરે સ્થળે પ્રોહીબીશનના 22 ગુના નોંધાયા
WatchGujarat. પિતા વકીલ અને દાદા પોલીસકર્મી હોવા છતાં 32 વર્ષીય હસરતખાન હનીફખાન પઠાણ નામનો યુવક છેલ્લા કેટલાક વર્ષોથી આડા રવાડે ચડી દારૂની હેરાફેરી કરવા લાગ્યો છે. જેને પગલે છેલ્લા 12 વર્ષમાં છઠ્ઠી વખત 'પાસા'માં ધકેલાયો છે. આરોપી સામે કુલ 22 જેટલા ગુનાઓ પણ નોંધાઇ ચુક્યા છે. બુટલેગર હોવાની સાથે ડ્રાઇવિંગનું કામ કરતો આ શખ્સ છેલ્લા કેટલાક વર્ષોથી વોર્ડ નંબર-2માં એનસીપીનાં કાર્યકર તરીકે કામ કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ પોલીસે આરોપીને 'પાસા' હેઠળ ભુજની ખાસ જેલનાં હવાલે કરવાની તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ હસરતખાન હનીફખાન પઠાણ 2003થી 2007 સુધી તે રેસકોર્સ રિંગરોડ પર રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. અને બાદમાં વિદેશી દારૂની હેરાફેરી કરવાનું શરૂ કર્યું હતું. સૌપ્રથમ વખત 2008ની સાલમાં તેની પાસામાં અટકાયત થઈ હતી. ત્યારબાદ 2010માં એક અને 2011માં બે વખત અને છેલ્લે વર્ષ 2014માં પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી.
આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં ગાંધીગ્રામ, પ્ર.નગર, ક્રાઈમ બ્રાંચ, એ-ડિવિઝન, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, માળિયામીયાણા, પડધરી વગેરે સ્થળે પ્રોહીબીશનના 22 ગુના નોંધાયા છે. એટલું જ નહીં અત્યાર સુધીમાં કુલ પાંચ વાર 'પાસા' પણ ભોગવી ચુક્યો છે. હાલમાં તે રાજકોટ-જામનગર રૂટ પર ઈકો ગાડી ચલાવતો હતો. સાથોસાથ મોકો મળે ત્યારે દારૂની હેરાફેરી પણ કરતો હતો. તાજેતરમાં એનસીપી દ્વારા ખેડૂત આંદોલનને લઈને જે પ્રદર્શન કરાયું હતું તેમાં પણ તેણે ભાગ લેતા અટકાયત થઈ હતી.
મંદિર અને વાહન ચોરીનાં આરોપીને 'પાસા'માં ધકેલતા પોલીસ કમિશ્નર
આ ઉપરાંત ગાંધીગ્રામ-2 પોલીસે મંદિર અને વાહનની ચોરીના ગુનામાં ઝડપેલા 37 વર્ષીય અજય ચંદ્રકાંત પોપટને પણ પોલીસ કમિશ્નરે 'પાસા'માં ધકેલવાનો હુકમ કર્યો છે. ગાંધીગ્રામ-2 પોલીસે હાલ પાસા તળે આરોપીની અટકાયત કરીને ભુજ જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી છે. ગાંધીગ્રામ-2 અને પીસીબીનાં બે પીઆઈ સહિતનાઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.