• લોધિકા તાલુકાના ખાંભા ગામના સાપર વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સને પ્રસૂતિ કેસનો કોલ આવતા 108 ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ
  • રસ્તાના રાવકી ગામ પાસે મહિલાને પ્રસૂતીની પીડા વધતા ડોક્ટરના માર્ગદર્શન હેઠળ જોડિયા બાળકોની ડીલીવરી સ્થળ પર જ કરાવી હતી

#Rajkot - 108 એમ્બ્યુલન્સ બની જોડિયા બાળકોની જન્મભૂમિ, પીડિતાની વેનમાં પ્રસૂતિ કરાઈ

WatchGujarat. સામાન્ય રીતે બાળકનો જન્મ હોસ્પિટલમાં ડોક્ટરની દેખરેખ હેઠળ થતો હોય છે. પણ કેટલાક કિસ્સામાં પ્રસૂતા હોસ્પિટલ સુધી પહોંચે તે પહેલા જ તેની ઇમર્જન્સીમાં પ્રસૂતિ કરાવવી પડતી હોય છે. આવો જ એક કિસ્સો હાલમાં જોવા મળ્યો. લોધિકા તાલુકાના ખાંભા ગામના સાપર વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સને પ્રસૂતિ કેસનો કોલ આવતા 108 ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ. સ્થળ પર પહોંચી તપાસ કરતાં જાણવા મળ્યું કે દર્દીને અધુરા માસે પ્રસૂતિની પીડા ઉપડી છે, તેથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની જરૂર છે.

#Rajkot - 108 એમ્બ્યુલન્સ બની જોડિયા બાળકોની જન્મભૂમિ, પીડિતાની વેનમાં પ્રસૂતિ કરાઈ

એક પણ પળનો વિલંબ કર્યા વગર 108ની ટીમ દર્દીને તાત્કાલિક CHC લોધિકા ખાતે ખસેડ્યું હતું, પણ વધુ સારવારની જરૂર જણાતા PDU હોસ્પિટલ રાજકોટ ખાતે પેશન્ટને રીફર કરવામાં આવ્યુ હતુ. આ દરમ્યાન રસ્તાના રાવકી ગામ પાસે મહિલાને પ્રસૂતીની પીડા વધતા એ.એમ. ટી રાજુભાઇ અને 108 ના પાયલોટ મહેશભાઈએ સમય સુચકતા વાપરી એમ્બ્યુલન્સ ત્યાં જ રોકી પ્રસૂતી કરવાની જરૂર જણાતા ડોક્ટરના માર્ગદર્શન હેઠળ જોડિયા બાળકોની ડીલીવરી સ્થળ પર જ કરાવી હતી. આ સમયે બાળકોને શ્વાસ લેવામાં તકલીફ જણાતા તરત જ ઓક્સિજન આપી સુઝબૂઝથી 108ની ટીમે માતા અને નવજાત બાળકોનો જીવ બચાવી લીધો હતો. ત્યાર બાદ માતા તેમજ બાળકોને વિશેષ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઋજુ સરકારની તબીબી સેવાર્થે મદદરૂપ 108 ની સેવા માત્ર ઈમરજન્સીમાં સારવાર જ નહિ, પરંતુ તેથી વિશેષ સંજીવનીરૂપ બની માનવ જીવનમાં નવી આશાને જન્મ આપવાનું ઉમદા કાર્ય કરે છે.

More #Rural #108 staff #Ambulance #help #To deliver #twine #Rajkot news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud