• વિદેશ બેઠા બેઠા ગેંગ ચલાવતા ભૂમાફીયા જયેશપટેલની ગેંગ સામે ગુજસીટોકનો કાયદાને ધ્યાને રાખીને 14 શખ્સો સામે ગુનો નોંધીને તેમના 11 શખ્સોની ધરપકડ
  • ભુમાફીયા જયેશ પટેલ ટોળકી દ્વારા ‘ટાડા’ કેસમાં સંજય દત્તને મળેલા જામીનના ચુકાદાને આધારે ગુજસીટોકના આ આરોપીઓએ જામીન મેળવવા માટે અરજી કરી
  • આ કેસમાં પણ પોલીસ દ્વારા તપાસનો સમય વધારવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ કોર્ટ દ્વારા આરોપીઓની જામીન અરજી ફગાવી – સંજયભાઈ વોરા

WatchGujarat. સ્પેશિયલ કોર્ટ દ્વારા બૉલીવુડ સુપરસ્ટાર સંજય દત્તનાં કેસને ટાંકીને મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં જામનગરના ભુમાફીયા જયેશ પટેલ ટોળકી દ્વારા ‘ટાડા’ કેસમાં સંજય દત્તને મળેલા જામીનના ચુકાદાને આધારે ગુજસીટોકના આ આરોપીઓએ જામીન મેળવવા માટે અરજી કરી હતી. જો કે અદાલતે  આરોપીઓની આ જામીન અરજી ફગાવી દીધી હતી. કેસમાં ગુજસીટોક એકટ હેઠળના સ્પેશિયલ પી. પી. તરીકે સંજયભાઈ વોરાને જવાબદારી સોંપવામાં આવી હતી.

સંજયભાઈ વોરાનાં જણાવ્યા મુજબ ગુજસીટોકના ગુનામાં જેલહવાલે રહેલા યશપાલસિંહ જાડેજા, જશપાલ સિંહ જાડેજા, જીગર આડતીયા, વસંત માનસતા અને નિલેશ ટોળીયાએ ફિલ્મ સ્ટાર સંજય દત્તને ટાડા કેસમાં મળેલા જમીનના ચુકાદાનાં આધારે રાજકોટની ખાસ ગુજસીટોક અદાલતમાં ડીફોલ્ટ બેઈલના સિધ્ધાંત હેઠળ જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા જ સ્પેશિયલ ગુજસીટોક કોર્ટે બંને પક્ષની રજૂઆતો અને દલીલોને ધ્યાને લઇ પાંચેય આરોપીઓની ડીફોલ્ટ બેઈલના સિદ્ધાંત હેઠળ કરેલી જામીન અરજી નામંજૂર કરતો આદેશ કર્યો છે.

વધુમાં સંજયભાઈએ કહ્યું હતું કે કાયદાની જોગવાઇ મુજબ પોલીસ તપાસના 90 દિવસમાં ચાર્જશીટ રજુ ન થાય તો આરોપીઓને જામીન મળવાનો હક્ક હોય છે. પંરતુ જો પોલીસ તપાસની સમય મર્યાદા વધારવા માંગણી કરે અને તે વધી જાય તો આરોપીઓને ડીફોલ્ટ બેઇલ મળવાપાત્ર નથી. આ કેસમાં પણ પોલીસ દ્વારા તપાસનો સમય વધારવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ કોર્ટ દ્વારા આરોપીઓની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સમાજમાં અશાંતિ ફેલાવી સર્જી ધાક જમાવી સુલેહ શાંતિનો ભંગ કરી ખંડણી, જમીન કૌભાંડ અને ધાક ધમકી આપતા શખ્સો સામે રાજય સરકાર દ્વારા કાયદામાં સુધારો કરી ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે જેને અનુલક્ષીને રાજકોટ રેન્જના ડી.આઈ.જી. સંદીપસિંહ દ્વારા જામનગરમાં જમીન કૌભાંડ, વકીલની હત્યા અને ખંડણી સહિત અનેક ગુનામાં સંડોવાયેલા અને વિદેશ બેઠા બેઠા ગેંગ ચલાવતા ભૂમાફીયા જયેશપટેલની ગેંગ સામે ગુજસીટોકનો કાયદાને ધ્યાને રાખીને 14 શખ્સો સામે ગુનો નોંધીને તેમના 11 શખ્સોની ધરપકડ કરાઈ હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud