• શહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની ખૂબ ચુસ્ત અમલવારી કરવામાં આવશે – પોલીસ કમિશ્નર
  • મહાનગરપાલિકા અને પોલીસ વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકિંગમાં રહેશે
  • છેલ્લા બે દિવસમાં રાત્રિ કર્ફ્યૂ ભંગના 200થી વધારે કેસ કરવામાં આવ્યા

WatchGujarat. શહેરમાં સતત વધતા કોરોના સંક્રમણને લઈ રાજકોટ શહેર પોલીસ અને કોર્પોરેશન દ્વારા સાથે મળી સખ્ત કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત કોઈપણ સ્થળે વેપારી-ગ્રાહકો માસ્ક વિના નજરે પડશે તો આવી દુકાનને 7 દિવસ માટે સીલ કરવામાં આવશે. સાથે જ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા તમામ સોસાયટી-એપાર્ટમેન્ટના પ્રમુખને પણ પોતાની સોસાયટી અને ફ્લેટમાં જવાબદારી નિભાવવા અપીલ કરવામાં આવી છે.

પોલીસ કમિશ્નરે જણાવ્યા મુજબ, શહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની ખૂબ ચુસ્ત અમલવારી કરવામાં આવશે. કોઇપણ વેપારી, પાનના ગલ્લાના ધંધાર્થીઓ પોતે માસ્ક વગર અથવા ગ્રાહક માસ્ક વગર જણાશે તો તેની દુકાન 7 દિવસ સુધી સીલ થશે. માસ્ક વગરના ગ્રાહકને માલ વેચતા વેપારી જોવા મળશે કે વેપારી માસ્ક વગર દેખાશે કે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયાનું દેખાશે તો જે-તે વ્યવસાયિક એકમ 7 દિવસ માટે સીલ કરવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા આ માટે સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં કન્ટેનમેન્ટ ઝોનમાંથી જો કોઇ વ્યક્તિ બહાર નીકળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે વ્યવસાયિક એકમો કે જ્યાં લોકોની અવરજવર થતી રહે છે. આવા સંજોગોમાં લોકો અને વેપારીઓ માસ્ક પહેરે તે ખૂબ જ જરૂરી છે. અન્યથા કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાની દહેશત રહે છે. જેને લઈ મહાનગરપાલિકા અને પોલીસ વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકિંગમાં રહેશે.

આ ચેકિંગ દરમિયાન જો વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા દેખાશે કે પોતે પણ માસ્ક નહી પહેર્યુ હોય અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવ્યું નહી હોય તો જે-તે વ્યવસાયિક એકમ સાત દિવસ સુધી સીલ કરી દેવાની કાર્યવાહી શહેર પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવશે. છેલ્લા બે દિવસમાં રાત્રિ કર્ફ્યૂ ભંગના 200થી વધારે કેસ કરવામાં આવ્યા હોવાનું જણાવતા તેમણે લોકોને નિયમોનું ચુસ્ત પાલન કરવાની અપીલ પણ કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud