લોકડાઉનની યાદ અપાવે તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે
રાજ્યમાં આંશિક લોકડાઉન લાગુ થતા પાન – માવાના બંધાણીઓમાં જથ્થો એકત્ર કરવાની હોડ
ગત લોકડાઉનમાં માવા અને પાન પડીકીની કાળાબજારી પણ થઇ હતી
WatchGujarat. કોરોનાનાં સતત વધતા સંક્રમણને લઈ 29 શહેરોમાં આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પાન-માવાની દુકાનો તેમજ 'ચા' નાં થડાઓ પણ બંધ કરવામાં આવતા જ બંધાણીઓ મૂંઝાયા છે. અને ઠેર-ઠેર એક સપ્તાહ કે તેનાથી વધુ સમય માટેનો સ્ટોક કરી લેવા દોડધામ મચી છે. રાજકોટમાં જેનું સૌથી વધુ ચલણ છે, એવી પાન-ફાકીની દૂકાનો અને ચાના સ્ટોલ ઓચીંતા જ આગામી પાંચમી મે સુધી બંધ કરી દેવામાં આવ્યા હોઇ બંધાણીઓ મુંજાઇ ગયા છે. જેને રાતે ખબર પડી ગઇ હતી તેમણે રાતોરાત પાંચમી સુધીનો પાન-મસાલા-તમાકુ-સોપારીનો ક્વોટો એકઠો કરવા વ્યવસ્થા ગોઠવી લીધી હતી. પરંતુ ઘણા લોકોને આ અંગેની જાણ નહીં હોવાથી સવારથી ભારે દોડધામ મચી ગઇ છે.
આ દરમિયાન અમુક વેપારીઓ કે જેને આજથી દૂકાનો બંધ રાખવાની છે. એવી ખબર નહોતી તેઓ તો સવારે પાન-ફાકીની દૂકાનો ખોલીને બેસી ગયા હતાં. લોકોએ ત્યાંથી વધુ માલ ખરીદી લીધો હતો. હાલ તો પાંચમી મે સુધી શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં બધુ બંધ રાખવાનો આદેશ છે. ત્યારે આ જાહેરનામું હવે પાંચમી પછી વધારવામાં આવશે કે કેમ? તેનો નિર્ણય તો જે-તે વખતે લેવામાં આવશે. પણ જો આ જાહેરનામું વધારે લંબાશે તો ગતવર્ષની માફક પાન-ફાકીનાં કાળાબજાર થશે તે હાલ નક્કી જણાઈ રહ્યું છે.
નોંધનીય છે કે, શહેરમાં ગતવર્ષે કોરોનાને કારણે આવી પડેલા ઓચીંતા લોકડાઉનને લીધે પાન -તમાકુના અને દારૂના બંધાણીઓમાં દોડધામ મચી ગઇ હતી. કાયમી આદત ધરાવનારાઓની હાલત ખરાબ થઇ ગઇ હતી. છાનેખુણે ફાકી-તમાકુના તો બેફામ કાળાબજાર પણ થયા હતાં. કલાકો સુધી પાન-મસાલાની એજન્સીઓ ખુલી રખાઇ હતી. એ દૂકાનો પર પણ બંધાણીઓએ પોતાનો ક્વોટો એકઠો કરવા મોટી સંખ્યામાં પડાપડી કરવામાં માંડતા પોલીસ બોલાવવી પડી હતી.