• કોરોના મહામારીના સમયમાં લોકો ભારતીય વૈદિક નુસખાઓ તરફ વળ્યા
  • હોળી પ્રગટવાની પ્રક્રિયાએ ધાર્મિક નથી પણ સાયન્ટીફીક છે
  • કામધેનુ આયોગ દ્વારા લોકોને વૈદિક હોળી કરવા લોકોને અપીલ કરવામાં આવી
  • વૈદિક હોળીમાં ગાયના છાણ, ગાયનું ઘી, કપૂર, હવન સામગ્રી, નવ ઔષધિઓનો ઉપયોગ થાય

WatchGujarat. આજે જયારે કોરોના મહામારી થી અખુંય વિશ્વ ત્રસ્ત છે ત્યારે કોરોના જેવી મહામારીથી બચવા માટે ઘરગથ્થું  નુસખાઓ ઘણા કામ આવ્યા હતા. જેને પગલે ભારતમાં કોરોનાની વિકરાળતા બીજા દેશો કરતા ઓછી જોવા મળી હોવાનું અનુમાન છે. તેનો શ્રેય માત્ર ને માત્ર ભારતીય સંસ્કૃતિના ઉપાયોના કારણે જોવા મળે છે.

એક માન્યતા મુજબ હોળી પ્રગટવાની પ્રક્રિયાએ ધાર્મિક નથી પણ સાયન્ટીફીક છે કેમ કે આ સમય શિયાળા અને ઉનાળા વચ્ચે આવે છે. જેના કારણે આપણા શરીરમાં અનેક કીટાણુ અને વાયરસ આવવાની સંભાવના વધતી હોય છે. આ ઋતુમાં શરદી – ઉધરસ નો પ્રમાણ વધતું હોય ત્યારે ગયા વર્ષ ની જેમ આ વર્ષ માં પણ કોરોના કહેર યથાવત છે. તેવા સમયે આ વખતે એક વિશિષ્ઠ આયોજન ગોપી ગૌ ગુરુકુળ ગૌશાળાએ કર્યું છે. આ ગૌશાળા કાલાવડ તાલુકાના વોડીસાંગ (રણુજા)માં આવેલ છે. જે વૈદિક હોળી ઉજવવા ગોબર સ્ટિક બનાવવાની કામગીરી કરે છે.

ઉલ્લેખનીય છે કે, કામધેનુ આયોગ દ્વારા લોકોને વૈદિક હોળી કરવા લોકોને અપીલ કરવામાં આવી છે. હોળી વૈદિક રીતે કરવામાં આવે તો તેમાં ગાયના છાણ, ગાયનું ઘી, કપૂર, હવન સામગ્રી, નવ ઔષધિઓનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં વાઇરસને નિયંત્રણ કરી શકાય છે, તેવું માનવામાં આવી રહ્યું છે.

ગૌશાળાના સંચાલક દિલીપ સખીયાએ જણાવ્યુ કે, વૈદિક હોળીનું ક્લચર ધીમે ધીમે વધી રહ્યું છે. કારણ કે વૈદિક હોળીના કારણે ગૌવંશનું જતન શક્ય બની શકશે સાથે ગૌના ગોબરમાં ખુબ સારા ગુણો હોય છે. જેથી કરીને વાયુ(હવા)નું શુદ્ધિકરણ સંભવ બની શકે છે. આ સાથે ગૌ સ્ટિકના કારણે હોળી વૃક્ષો ઓછા કપાશે જેથી કરી ને હોળી પ્રગટાવા માટે લોકો લાકડા નો ઉપયોગ ઓછો કરશે, અને  જેનો સીધો ફાયદો પર્યાવરણ ને પહોંચશે. આ ગોબર સ્ટિક રાજકોટ સહિત ગુજરાતના અન્ય મહાનગરમાં પણ મોકલાવમાં આવે છે. ગોબર સ્ટિક બાળવાથી વાયરસનો નાશ થાય છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud