• કુપવાડ પોલીસ રોજની જેમ પેટ્રોલીંગ કરી રહી હતી
  • દરમિયાન શંકાસ્પદ યુગલ પસાર થતા તેમની અટકાયત કરી પુછપરછ કરવામાં આવી
  • તરુણીની પૂછપરછ કરતા હાર્દિક તેને લગ્નની લાલચ આપી 8 માર્ચના રોજ ભગાડીને રાજકોટ લઇ આવ્યો હોવાનું સામે આવ્યું

WatchGujarat. સગીર વયની દીકરી સાથે બદકામ કરવાનાં ઇરાદે તેને બહેલાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી જવાનાં અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં તો તેનું અપહરણ કરવામાં આવે છે. ત્યારે આ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લગ્નની લાલચ આપી તરુણીને ભગાડનાર યુવકને ઝડપી પાડી પોલીસે ભોગ બનનારને પણ મુક્ત કરાવી છે. હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

કુવાડવા પોલીસનાં જણાવ્યા મુજબ, કુવાડવા રોડ ઉપર સાત હનુમાન મંદિર પાસે અમારી ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એક યુવાન અને એક સગીરા શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ બન્નેને અટકાવી તેમની પૂછપરછ કરતા આ છોકરાએ પોતે હાર્દિક હીરાભાઈ ડોકલ હોવાનું અને માંગરોળ તાલુકાના સરમા ગામનો રહેવાસી હોવાનું પણ જણાવ્યું હતું. તો તરુણીની પૂછપરછ કરતા હાર્દિક તેને લગ્નની લાલચ આપી 8 માર્ચના રોજ ભગાડીને રાજકોટ લઇ આવ્યો હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે ખરાઇ કરતા તરુણીના પિતાએ અપહરણની ફરિયાદ પણ જૂનાગઢના શીલ પોલીસ મથકમાં નોંધાવી હોવાનું જાણવા મળ્યું હતું.

જેને પગલે તરૂણીને રાજકોટ લાવનાર હાર્દિક ડોકલને ઝડપી પાડી તેના પરિવારને જાણ કરવામાં આવી છે. તેમજ ભોગ બનનાર તરૂણીનાં જૂનાગઢ જિલ્લાના શીલ પોલીસ મથકમાં દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવનાર પિતાને જાણ કરી સગીરાનો કબ્જો પણ સોંપવામાં આવ્યો છે. જ્યારે આરોપી હાર્દિક વિરુદ્ધ અપહરણની ફરિયાદ હોવાથી તેનો કબ્જો શીલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud