• કોરોના પર કાબુ મેળવવા માટે સરકાર દ્વારા લોકો પર અનેક નિયમો લાદી દેવામાં આવ્યા છે
  • તાજેતરમાં થયેલા વાઇરલ વિડીયોમાં પ્લે હાઉસમાં નાના બાળકોને બોલાવી શિક્ષણ અપાતું હોવાનું સામે આવ્યું હતું
  • વિડીયો વાઇરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી, અને સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવી હતી

WatchGujarat. ગુજરાતમાં સતત વધતા કોરોના સંક્રમણને લઈને વાયરસનો ચેપ ફેલાય નહી અને નાના બાળકોનું આરોગ્ય જળવાય રહે તે માટે જ બાળકોની શૈક્ષણીક પ્રવૃત્તિ બંધ રાખવાનાં અદેશો કરવામાં આવ્યા છે. અને સમગ્ર રાજ્યમાં સ્કૂલો બંધ રાખવામાં આવી છે. ત્યારે જ શહેરનાં રણછોડ નગરમાં એક પ્લે હાઉસ નિયમોનો ઉલાળીયો કરી ધમધમતું હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જેને લઈને બી-ડિવિઝન પોલીસે દરોડો પાડી આ પ્લે હાઉસનાં સંચાલકની અટકાયત કરી છે.

જાણવા મળતી વિગત અનુસાર, તાજેતરમાં જ એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં પ્લે હાઉસમાં નાના બાળકોને બોલાવી શિક્ષણ અપાતું હોવાનું સ્પષ્ટ જોઈ શકાતું હતું. આ વિડીયો વાયરલ થતા જ લોકોમાં પણ અનેક સવાલો ઉઠયા હતા. અને બાળકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાય તો જવાબદારી કોની ? તેવા સવાલો લોકોએ ઉઠાવ્યા હતા.

સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે શહેરના રણછોડનગર-4માં આવેલા ‘લિટલ લોર્ડ્સ પ્લે હાઉસ’માં જઈ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન બાળકોની અવરજવર જોવા મળતા પ્લે હાઉસ અંદર જઇ તપાસ કરવામાં આવી હતી. જેમાં સરકારની કોરોના ગાઈડલાઇનનો ભંગ કરી પ્લે હાઉસ ધમધમતું હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં એક લાઈનમાં 25 જેટલા બાળકોને બેસાડી અભ્યાસ કરવામાં આવી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું.

જેને લઈને બી-ડિવિઝન પોલીસે આ પ્લે હાઉસનાં સંચાલક કેતન પટેલ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો. અને તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બીજીતરફ હાલના કોરોના કાળમાં આટલા નાનાં બાળકોને પ્લે હાઉસમાં મોકલનાર વાલીઓ સામે પણ લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud