મોટર સાયકલ પર આવેલા ચાર જેટલાં અજાણ્યા શખ્સોએ બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો.
આરોપીઓ ના ઝડપાય ત્યાં સુધી ગામ સજ્જડ બંધ રાખવાની જાહેરાત.
રાજકોટ. ગોંડલ તાલુકાનાં નાના એવા કોલીથડ ગામે ચાર જેટલા શખ્સોએ એક બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્થાનિકો સમયસર આવી જતા આરોપીઓ નાસી છૂટ્યા હતા. જો કે આ ઘટનાને લઈ નાના એવા ગામમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ સ્થાનિક મહિલાઓ પણ રસ્તા પર ઉતરી આવી છે. અને જ્યાં સુધી આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી ગામ સજ્જડ બંધ રાખવાની જાહેરાત ગામલોકો દ્વારા કરવામાં આવી છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, કોલીથડની બાળકીને મોટર સાયકલ ઉપર આવેલા ચાર જેટલા અજાણ્યા શખ્સોએ ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગામલોકો સમયસર આવી જતા આ જ શખ્સો મોટર સાયકલ મુકીને નાસી છુટયા હતા. અને માસૂમ બાળકી અપહરણ થતા સહેજમાં બચી ગઈ હતી. જો કે ઘટનાના ઘેરા પડઘા પડયા છે.
ગામના મહિલા મંડળના સભ્યો સહિત પુરૂષો સૌ કોઇ ટોળારૂપે એકઠાં થઇ ગયા છે. અને ન્યાયની માંગ કરી રહ્યા છે. સાથે જ આ બાળાના અપહરણનો પ્રયાસ કરનારા આરોપીઓને તાત્કાલીક ઝડપી લેવાની માંગ ઉગ્ર બની છે. અને જયાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી ગામ બંધ રાખવાની ચિમકી ઉચ્ચારવામાં આવતા ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી ગઇ છે.
https://youtu.be/zXlRReFVTrQ