ફેસ માસ્ક પહેરો, સુરક્ષિત અંતર જાળવો, માત્ર નમસ્તે નો હેન્ડશેક વગેરે લખાણ સાથેનાં બેનરો લગાડાયાં.
રાજકોટ. કોરોના મહામારીને પગલે લદાયેલાં લોકડાઉન બાદ અનલોકને પણ ત્રણેક મહિના જેટલો સમય થઇ ગયો છે ત્યારે રહી રહીને રાજકોટ મહાનગર પાલિકાના અધિકારીઓને કોરોના અંગેની જાગૃતિના બેનરો લગાડવાનું સુઝ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના મહામારીના સમયમાં માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જેવી બાબતો અભણ લોકોય સારી રીતે સમજી ગયાં છે. ત્યારે રાજકોટ મહાનગર પાલિકાની મુખ્ય બિલ્ડીંગમાં લાગેલાં કોરોના જાગૃતિના બેનરો મુલાકાતીઓમાં હાસ્યાસ્પદ સાબિત થઈ રહ્યાં છે.
https://youtu.be/rSAyT0EM65A
રાજકોટ મહાનગર પાલિકાની મુખ્ય બિલ્ડિંગમાં આવતાં મુલાકાતીઓને કોરોના અંગે જાગૃત રાખવા માટે ફેસ માસ્ક પહેરો... સુરક્ષિત અંતર જાળવો... માત્ર નમસ્તે નો હેન્ડશેક જેવાં સૂત્રો લખેલાં બેનર્સ લગાડાયાં છે. પગથિયા પર પણ કોરોના જાગૃતિ અંગેનાં સ્ટિકરો લગાડી દેવાયા છે.
- ફેસ માસ્ક પહેરો, સુરક્ષિત અંતર જાળવો, માત્ર નમસ્તે નો હેન્ડશેક વગેરે લખાણ સાથેનાં બેનરો લગાડાયાં.