રાજકોટ. શહેરનાં નાનામૌવા રોડ પર પારિવારિક સંબંધોને લાંછન લગાવતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સાથે રહેતો મામાજીનો દિકરો છેલ્લા છ વર્ષથી એકલતાનો લાભ લઈને ભાભી સાથે દુષ્કર્મ આચારતો હોવાનું સામે આવ્યું છે. આખરે પીડીતાએ કંટાળીને આપઘાતનો પ્રયાસ કરતા હકીકત સામે આવી છે. અને પોલીસે ભોગ બનનારની ફરિયાદની ફરિયાદ પરથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ઘૃણાસ્પદ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગુરૂવારે નાનામવા રોડ નજીક રહેતી એક પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ તેણીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં કારણ અંગે પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જે જાણી પીડિતાનાં પરિવાર સહિત પોલીસ પણ ચોંકી ઉઠી છે.
પીડિતાએ જણાવ્યું હતું કે, પોતે નાનામવા વિસ્તારમાં પતિ, સાસુ-સસરા અને બે સંતાન સાથે રહે છે. છ વર્ષ પૂર્વે લીંબડી રહેતા મામાજી મનસુખભાઇ સોલંકીનો પુત્ર કિશન રાજકોટમાં કામકાજ કરવા આવ્યો હોઈ અમારી સાથે જ રહેતો હતો. દરમિયાન એક દિવસ સાસુ-સસરા, પતિ અને બાળકો ઘરે હાજર ન હતા ત્યારે કિશને પોતાની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. જેનો પ્રતિકાર કરતા કિશન ગાળો ભાંડી માર મારી બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું.
બાદમાં આ સિલસિલો રોજીંદો બન્યો હતો. અને ઘરમાં જ્યારે કોઇ ન હોય ત્યારે કિશન એકલતાનો લાભ લઇ પોતાની મનમાની કરતો હતો. જોકે છ વર્ષ સુધી ભાભી પર દુષ્કર્મ આચરનાર કિશન 10 દિવસ પહેલા પોતાના વતન લીંબડી ગયો છે. દરમિયાન છ વર્ષ સુધી કિશને આચરેલા ક્રૃત્યથી કંટાળીને પોતે આપઘાતનો પ્રયાસ કર્યાનું તેણીએ જણાવતા પોલીસે ગણતરીની કલાકોમાં કિશનને સકંજામાં લઇ લીધો છે.