• ભરત રઘુભાઈ કુગાશીયા ગેરકાયદેસર હથિયાર સાથે રોણકી ગામના વાડી વિસ્તાર નજીક હોવાની માહિતી પોલીસને મળી
  • 150 ફૂટ રિંગ રોડ પર એબીડી હોટેલ તરફ જતા રસ્તેથી ક્રાઇમ બ્રાંચના PI વી.કે.ગઢવી અને PSI ધાખડા સહિતની ટીમેં દોડી જઈ ભરતને સકંજામાં લીધો
  • રતે ચાર મહિના પૂર્વે પરપ્રાંતીય શખ્સ પાસેથી હથિયાર ખરીદ કર્યાની કબૂલાત આપી

#Rajkot - અનેક ગુનાઓમાં સંડોવાયેલો નામચીન ભરત કુગાશીયા પિસ્તોલ સાથે ઝડપાયો

WatchGujarat. Rajkot શહેરના પોપટપરા વિસ્તારમાં રહેતા તેમજ અનેક ગુનાઓમાં સંડોવાયેલા નામચીન શખ્સ ભરત કુગાશીયાને પોલીસે ગેરકાયદે પિસ્તોલ સાથે ઝડપી લીધો છે. આ માથાભારે શખ્સે રાજકોટ જેલમાં રહેલા શખ્સનાં માધ્યમથી પરપ્રાંતીય પાસેથી પિસ્તોલ મંગાવી હોવાનું ખૂલતા પોલીસે જેલમાંથી આરોપીનો કબજો મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, પોપટપરામાં રહેતો અને અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલો 33 વર્ષીય ભરત રઘુભાઈ કુગાશીયા ગેરકાયદેસર હથિયાર સાથે રોણકી ગામના વાડી વિસ્તાર નજીક હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે 150 ફૂટ રિંગ રોડ પર એબીડી હોટેલ તરફ જતા રસ્તેથી ક્રાઇમ બ્રાંચના PI વી.કે.ગઢવી અને PSI ધાખડા સહિતની ટીમેં દોડી જઈ ભરતને સકંજામાં લીધો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટની રૂ.20 હજારની કિંમતની પિસ્તોલ અને પિસ્તોલનું મેગ્જીન મળી આવ્યું હતું.

પોલીસે હથિયાર કબજે લઈ ભરતની ધરપકડ કરીને આગવી ઢબે પૂછપરછ શરૂ કરી હતી. જેમાં ભરતે ચાર મહિના પૂર્વે પરપ્રાંતીય શખ્સ પાસેથી હથિયાર ખરીદ કર્યાની કબૂલાત આપી હતી. અને હત્યા કેસમાં જેલમાં રહેલા ફિરોઝ ઉર્ફે લાલાના માધ્યમથી જ આ પરપ્રાંતીય શખ્સનો પરિચય થયો હોવાનું પણ કબુલ્યું હતું. જેને પગલે પોલીસે જેલમાંથી ફિરોઝનો કબજો મેળવવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ભરત કુગાશીયા અગાઉ હત્યાની કોશિશ તેમજ હથિયાર સહિત 9 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. તેમજ ભરતને અગાઉ બે વખત પાસા પણ થઇ ચૂક્યા છે. ત્યારે હાલ આ પિસ્તોલ વડે ભારત કોઈ ગુનાને અંજામ આપવાનો હતો કે કેમ તે મુદ્દે પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે

More News #Bharat Fugasiya #Rajkot

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud