• એક ગામમાં પરિવાર સાથે રહેતી 9 વર્ષીય સગીરાને તેના જ ફોઈનો દીકરો નાસ્તો કરાવવાની લાલચ આપી પોતાની સાથે લઈ ગયો
  • સગીરાની તબીયત બગડતા તેની માતાએ પૂછપરછ કરતા સઘળી હકીકત સામે આવી 


જૂનાગઢ. વંથલી તાલુકાનાં એક ગામે ભાઈ-બહેનનાં પવિત્ર સંબંધને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. જેમાં સગા મામાના દીકરાએ નાસ્તાની લાલચે 9 વર્ષની બહેન સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને સાથે જ કોઈને કહેવા પર માર મારવાની ધમકી પણ આપી હતી. જો કે દુષ્કર્મ બાદ સગીરાની તબીયત બગડતા સમગ્ર હકીકત પરિવાર સમક્ષ આવી છે. હાલ પીડિતાનાં માતા પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત મુજબ, વંથલી તાલુકાનાં એક ગામમાં પરિવાર સાથે રહેતી 9 વર્ષીય સગીરાને તેના જ ફોઈનો દીકરો નાસ્તો કરાવવાની લાલચ આપી પોતાની સાથે લઈ ગયો હતો. બાદમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈને એકલતાનો લાભ ઉઠાવી આ નરાધમ પિતરાઈ ભાઈએ નાની બહેન ઉપર દુષ્કર્મ આચર્યું હતું. અને સગીરાને કોઈને વાત નહી કહેવાની ધમકી પણ આપી હતી. અને બાદમાં સગીરાને તેના ઘરે મૂકી ચાલ્યો ગયો હતો.

જો કે દુષ્કર્મને કારણે સગીરાની તબીયત બગડતા તેની માતાએ પૂછપરછ કરી હતી. જેમાં સગીરાએ સઘળી હકીકત પોતાની માતાને કહી હતી. પિતરાઈ ભાઈ દ્વારા જ નાની બહેન ઉપર દુષ્કર્મ આચર્યાની જાણ થતાં પરિવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. અને પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય એવો આઘાત લાગ્યો હતો. જો કે અંતે પરિવારજનોએ આ અંગે પિતરાઈ ભાઈ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને દબોચી લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud