• ભારતીય ચૂંટણી પંચના નિયમ અનુસાર મતદાન સમયે બહારની કોઇ પણ વ્યક્તિ રોકાઇને પ્રચાર ન કર શકે- કોંગ્રેસ
  •  65-મોરબી વિધાનસભા પેટા ચૂંટણી ટાણે મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન કાર્યકરતાઓ સાથે પ્રચાર કરતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

મોરબી. મોરબી વિધાનસભા મતવિસ્તારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં પત્ની અંજલિબેન રૂપાણી ભાજપના કાર્યકર્તાઓ સાથે ભાજપતરફી મતદાન કરવા પ્રચાર પ્રસાર કરી રહ્યાં હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. આ આક્ષેપ સાથે જ કોંગ્રેસે ચૂંટણી પંચમાં લેખિત ફરિયાદ કરી તેમની વિરુદ્ધ કડક પગલાં લેવાની અને તેમને તાત્કાલિક મોરબી વિધાનસભા વિસ્તારની બહાર મોકલવાની માંગ કરી છે.

કોંગ્રેસે મુખ્ય નિર્વાચન અધિકારીને લેખિત ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યું છે કે, હાલ 65-મોરબી વિધાનસભા વિસ્તારમાં મતદાન ચાલુ હોવાથી બહારના વ્યક્તિઓ રોકાઈ શકે નહીં કે પ્રચાર કરી શકે નહીં. પરંતુ નિયમોનો ઉલળીયો કરીને ગુજરાતના સીએમ વિજય રૂપાણીના ધર્મપત્નિ અંજલીબેન રૂપાણી બીજેપીના કાર્યકર્તાઓ સાથે પ્રચાર-પ્રસાર અર્થે ફરી રહ્યા છે.

હાલમાં મતદાનની પ્રક્રિયા ચાલુ છે તે દરમ્યાન ભારતીય ચૂંટણી પંચના નિયમો અનુસાર મતવિસ્તારની બહારના વ્યક્તિઓ જે તે મતવિસ્તારના મતદાતા ન હોય તો તે વિસ્તારમાં રોકાઈ શકે નહીં તેમજ પ્રચાર કરી શકે નહીં. તેવી સ્પષ્ટ જોગવાઈ છે. તેમ છતાં સીએમના પત્નિ હોવાના નાતે અંજલીબેન રૂપાણી ભાજપ કાર્યકર્તાઓ સાથે મોરબી વિધાનસભાના મોરબી સીટી વિસ્તારની અંદર પ્રચાર કરી રહ્યાં છે.

એટલું જ નહીં અંજલીબેન મતદારોને ભાજપ તરફી મતદાન કરવા માટેનો પ્રચાર કરી રહ્યાં છે. જે આચાર સંહિતાની વિરૂધ્ધ છે. માટે તાત્કાલીક અંજલીબેન રૂપાણી તથા તેમના સાથેના કાર્યકર્તાઓની સામે કડક કાર્યવાહી કરી તેઓને મોરબી વિધાનસભા મત વિસ્તારની બહાર મોકલવા આદેશ જારી કરવા સાથે આચારસંહિતાનાં ભંગ બદલ કડક કાર્યવાહી કરવા જણાવાયું છે. ત્યારે હવે કોંગ્રેસની આ ફરિયાદ સામે ક્યારે અને શું પગલાં લેવાશે તે જોવું રહ્યું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud