રાજકોટ. શહેરનાં પરાપીપળીયા ખાતે બની રહેલી એઇમ્સ હોસ્પિટલના બાંધકામનો મુખ્ય લે આઉટ પ્લાન મંજૂર થઈ ચૂક્યો છે. 200 એકર જગ્યા પર નિર્માણ પામનાર એઇમ્સ હોસ્પિટલમાં જુદા-જુદા 19 બિલ્ડિંગો બનાવવામાં આવશે. એઈમ્સમાં આગામી 30 વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં લઈને મેડિકલ કોલેજ, આંતરીક રસ્તાઓ, પોલીસ ચોકી, સ્ટાફ માટે રહેણાંક કોલોની, ફાયર સેફટી સુવિધા, તેમજ વાહન પાર્કિંગ સહિતની અનેક જોગવાઈ કરવામાં આવી છે.
તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ષ 2022 પહેલા એઈમ્સનું લોકાર્પણ કરવાની જાહેરાત કરાઈ હતી. જે અંતર્ગત રૂડા (રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા એઈમ્સનાં બાંધકામ માટેનો મુખ્ય લે-આઉટ પ્લાન મંજૂર કરી દેવાયો છે. રાજ્ય સરકાર દ્વારા જે 200 એકર જમીન એઈમ્સના સત્તાધીશોને સોંપવામાં આવી છે, તેમાં હવે કમ્પાઉન્ડ વોલ તેમજ જમીનનો કામ મોટાભાગે પૂર્ણ કરી દેવામાં આવશે. તો સાથે જ આગામી દિવસોમાં જુદી જુદી અલગ-અલગ 19 બિલ્ડિંગોના પ્લાન પણ તબક્કાવાર મંજૂર કરવામાં આવશે
https://youtu.be/w7zpeRtNrSU
રૂડાનાં સીઈઓ ચેતન ગણાત્રાનાં જણાવ્યા અનુસાર, એઈમ્સ હોસ્પિટલનું નિર્માણ આવનારા 30 વર્ષમાં ઊભી થનારી તબીબી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. જેને લઈને હાઇટેક સાધનો સાથેના ઓપરેશન થિયેટર ઉપરાંત ઓપીડી માટે પણ અલગ અલગ બે બિલ્ડિંગ બનાવવામાં આવનાર છે. તેમજ તબક્કાવાર પોલીસ ચોકી, કર્મચારીઓના રહેણાંક માટેની કોલોની સહિત 19 બિલ્ડિંગનાં પ્લાન મૂકવામાં આવશે. જેમને સમયાંતરે રૂડા દ્વારા મંજૂરી આપવામાં આવશે.