માસુમ પોતાના ઝૂપડા નજીક રમી રહ્યો હતો.
અચાનક દિપડા દ્વારા હુમલો કરાતા બાળક ગળે બસી ગયો
પરિવાર કપાસ વીણી રહ્યો હતો દરમિયાન બાળક નહીં દેખાતા તપાસ શરૂ કરી હતી. જેમાં માસુમ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો
જાણ થતાં વન વિભાગનો કાફલો દોડી ગયો હતો. તેમજ દીપડાને પાંજરે પુરવા કવાયત શરૂ કરવામાં આવી
અમરેલી. ધારીના પાણીયા ગામે દીપડાએ ફરી એક શ્રમિકનાં બાળકને શિકાર બનાવ્યો છે. માસુમ પોતાના ઝૂપડા નજીક રમી રહ્યો હતો. ત્યારે અચાનક આવી ચડેલો દીપડો બાળકને ગળેથી પકડીને જંગલ તરફ ઢસડી ગયો હતો. જેને પગલે ગંભીર રીતે ઘવાયેલા આ માસુમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં આ માસુમે દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. અને સ્થાનિક લોકો આ માનવભક્ષી દીપડાને પાંજરે પુરવાની માંગ કરી રહ્યા છે.
જાણવા મળતી વિગતો અનુસાર ધારી ગીરના પાણીયા ખાતે ભગીરથભાઇની વાડીમા રહેતા એમપીનાં શ્રમિક કુવરસીહભાઇનો પાંચ વર્ષ દિકરો પારસ રમતો-રમતો નદી કિનારે પહોંચ્યો હતો. ત્યાં અચાનક દિપડા દ્વારા હુમલો કરાતા બાળક ગળે બસી ગયો હતો.
આ સમયે પરિવાર કપાસ વીણી રહ્યો હતો. બાળક નહીં દેખાતા તપાસ શરૂ કરી હતી. જેમાં આ માસુમ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જેને લઈને ધારી 108ની ટીમ દ્વારા બાળકને ધારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે અહીં સારવાર મળે તે પહેલાં જ બાળક નુ મોત થયું હતું. આ અંગે જાણ થતાં વન વિભાગનો કાફલો દોડી ગયો હતો. તેમજ દીપડાને પાંજરે પુરવા કવાયત શરૂ કરવામાં આવી છે.