• સિવીલ હોસ્પિટલમાં ઓક્સિજન માસ્ક સાથે દર્દીને લઈ જતું સ્ટ્રેચર તૂટતા દોડધામ મચી
  •  સદનસીબે દર્દીનો ઓક્સિજન સપ્લાય ચાલુ જ રહ્યો હતો
  •  દર્દીઓને હોસ્પિટલમાં પડતી મુશ્કેલીઓનો અંત નથી આવતો, રોજેરોજ કંઇક નવું ભોપાળું બહાર આવી રહ્યું છે

રાજકોટ. શહેરની સિવિલની કોવિડ હોસ્પિટલની બેદરકારીની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં ઓક્સિજન માસ્ક સાથે દર્દીને લઈ જતું સ્ટ્રેચર તૂટતા દોડધામ મચી ગઇ હતી. જો કે સદનસીબે આ ઘટનામાં જાનહાની ટળી છે. પરંતુ નવેનવું સ્ટ્રેચર તૂટી જતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાનાં દર્દીને લઈ જતી વખતે સ્ટ્રેચર તૂટી જતાં દોડાદોડી થઈ હતી. દર્દીને જ્યારે અન્ય જગ્યાએ ખસેડવામાં આવી રહ્યો હતો ત્યારે તેને જે સ્ટ્રેચર પર લઈ જવાતો હતો તે સ્ટ્રેચર તૂટી ગયું હતું. જે દર્દીને ખસેડવામાં આવી રહ્યો હતો તે ઓક્સિજન પર હતો.

ઘટનાને પગલે હોસ્પિટલનાં સ્ટાફમાં દોડોદાડી થઈ ગઈ હતી. જો કે સ્ટ્રેચર તૂટી જવાની આ ઘટના બાદ ત્યાંથી આસપાસના લોકો પણ મદદે દોડી ગયા હતા. દરમિયાન સદનસીબે દર્દીનો ઓક્સિજન સપ્લાય ચાલુ જ રહ્યો હતો. આ ઉપરાંત દર્દીની હાલત પણ જેમની તેમ રહી હતી. આ દરમિયાન દર્દીને કોઈ ઈજા પહોંચી નથી. દર્દીને તાબડતોબ બીજા સ્ટ્રેચર પર મૂકીને તેને ત્યાંથી ખસેડવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ એક ઓક્સિજન માસ્ક સાથેના દર્દીને ખસેડતી વખતે સ્ટ્રેચર ખાડામાં ફંસાઈ જવાની ઘટના સામે આવી હતી. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે આવી બેદરકારીઓ ક્યારે બંધ થશે અને નિમભર તંત્ર ક્યારે જાગશે તે તો આવનારો સમય જ બતાવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud